AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays : તહેવારો દરમ્યાન આ દિવસોમાં બેંક રહેશે બંધ , વહેલી તકે યાદી તપાસી લો નહીંતર મુશ્કેલીમાં મુકાશો

RBI ની માર્ગદર્શિકા અનુસાર આ સપ્તાહે 9મી, 11મી, 12મી, 13મી અને 14મી ઓગસ્ટે બેંકો બંધ રહેશે. રક્ષાબંધન, મોહરમ અને સ્વતંત્ર દિવસ જેવા તહેવારો ઉપરાંત શનિવાર અને રવિવારે રજા રહેશે.

Bank Holidays : તહેવારો દરમ્યાન આ દિવસોમાં બેંક રહેશે બંધ , વહેલી તકે યાદી તપાસી લો નહીંતર મુશ્કેલીમાં મુકાશો
Bank Holidays
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 8:37 AM
Share

જો આ અઠવાડિયે તમારી પાસે બેંકો સંબંધિત કોઈ કામ હોય તો તેને ઓનલાઈન પતાવવું વધુ સારું રહેશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ આ સપ્તાહે બેંકો 6 દિવસ માટે બંધ(Bank Holidays) રહેશે. આવી સ્થિતિમાં જો તમારે કોઈ કામ માટે બેંકની શાખામાં જવાની જરૂર હોય તો પહેલા રજાઓની સંપૂર્ણ યાદી તપાસો. રિઝર્વ બેંક(RBI) દર નાણાકીય વર્ષમાં બેંકોની રજાઓની યાદી જાહેર કરે છે. રજાઓ દરેક રાજ્ય માટે અલગ હોઈ શકે છે. આરબીઆઈ બેંકો માટે ત્રણ કેટેગરીમાં રજાઓ શેડ્યૂલ કરે છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની રજાઓ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ રજાઓ અને બેંક ખાતાની રજાઓ શામેલ છે. જો આખા મહિનાની વાત કરીએ તો ઓગસ્ટમાં દેશના વિવિધ ભાગોમાં બેંકોમાં કુલ 18 દિવસની રજાઓ હશે. જેમાં બીજા અને ચોથા શનિવાર સિવાય રવિવારની રજાઓ પણ સામેલ છે.

આ અઠવાડિયે બેંકો ક્યારે બંધ રહેશે

RBI ની માર્ગદર્શિકા અનુસાર આ સપ્તાહે 9મી, 11મી, 12મી, 13મી અને 14મી ઓગસ્ટે બેંકો બંધ રહેશે. રક્ષાબંધન, મોહરમ અને સ્વતંત્ર દિવસ જેવા તહેવારો ઉપરાંત શનિવાર અને રવિવારે રજા રહેશે. આવી સ્થિતિમાં બેંકની શાખાઓ ખુલ્લી રહેશે અને કામકાજ 10 ઓગસ્ટ બુધવારે જ થશે.

આ દિવસે બેંક બંધ રહેશે

  • 9 ઓગસ્ટ : અગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચીમાં 9મી ઓગસ્ટે મહોરમના દિવસે બેંકો બંધ રહેશે.
  • 11 ઓગસ્ટ : અમદાવાદ, ભોપાલ, દેહરાદૂન, જયપુર અને શિમલામાં 11મી ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર બેંકો ખુલશે નહીં.
  • 12 ઓગસ્ટ :કાનપુર અને લખનૌ ક્ષેત્રમાં રક્ષા બંધન મનાવવામાં આવશે અને આ અવસર પર બેંકો બંધ રહેશે.
  • 13 ઓગસ્ટ : ઈમ્ફાલમાં દેશભક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે બેંકોમાં રજા રહેશે.
  • 14 ઓગસ્ટ : રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.

આવતા અઠવાડિયે પણ 6 દિવસની રજા

  • 15 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેંકોની શાખાઓ બંધ રહેશે.
  • 16 ઓગસ્ટ : પારસી નવા વર્ષની ઉજવણી નિમિત્તે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો 16 ઓગસ્ટે બંધ રહેશે.
  • 18 ઓગસ્ટ : જન્માષ્ટમીના અવસર પર ભુવનેશ્વર, દેહરાદૂન, કાનપુર અને લખનૌમાં બેંકની શાખાઓ બંધ રહેશે.
  • 19 ઓગસ્ટ : અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ અને શિમલામાં બેંકની શાખાઓ જન્માષ્ટમીના કારણે બેંક બંધ રહેશે.
  • 20 ઓગસ્ટ : હૈદરાબાદમાં શ્રી કૃષ્ણ અષ્ટમીના અવસર પર 20 ઓગસ્ટે બેંકો બંધ રહેશે.
  • 21 ઓગસ્ટ : રવિવારના રોજ બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">