AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારના આ નિર્ણય બાદ Axis Bank નો શેર 3 ટકાથી વધુ તૂટ્યો, જાણો કારણ

કેન્દ્ર સરકાર સંચાલિત યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (SUUTI) એ બુધવારે એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે એક્સિસ બેન્કમાં 1.55 ટકા હિસ્સા ધરાવતા 4.65 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ વેચાણ સાથે સરકાર આ ખાનગી ક્ષેત્રની બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે.

સરકારના આ નિર્ણય બાદ  Axis Bank નો શેર 3 ટકાથી વધુ તૂટ્યો, જાણો કારણ
Axis Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 3:07 PM
Share

સરકાર ખાનગી ક્ષેત્રની બેંક એક્સિસ બેંક માંથી બહાર નીકળવા જઈ રહી છે. આ માટે સરકારે સંપૂર્ણ આયોજન કર્યું છે. સરકાર બેંકમાં તેનો 1.55 ટકા હિસ્સો એટલે કે 4.65 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ માહિતી શેરબજારને આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર હેઠળના યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (SUUTI)ની સ્પેસિફાઈડ અંડરટેકિંગ એક્સિસ બેન્કમાં 1.55 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આ વેચાણ સાથે સરકાર આ ખાનગી ક્ષેત્રની બેંકમાંથી તેનો સંપૂર્ણ હિસ્સો પાછો ખેંચી લેશે. આ નિર્ણય સામે આવતાની સાથે જ ગુરુવારે એક્સિસ બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

SUUTI પાસે સપ્ટેમ્બર 2022 સુધીમાં એક્સિસ બેંકમાં 1.55 ટકા હિસ્સો ધરાવતા 4,65,34,903 શેર હતા. વર્તમાન બજાર ભાવે શેરના વેચાણથી સરકારને આશરે રૂ. 4,000 કરોડ મળવાની અપેક્ષા છે. આ નિર્ણય બાદ ગુરુવારે સવારે શેરબજારમાં મોટી હલચલ જોવા મળી હતી અને એક્સિસ બેંકના શેર શરૂઆતના કારોબારમાં 3.3% તૂટ્યા હતા.

4000 કરોડમાં શેર વેચવામાં આવશે

બુધવારે એક્સિસ બેન્કનો શેર BSE પર અગાઉના બંધ કરતાં 0.17 ટકા વધીને રૂ. 874.35 પર બંધ થયો હતો. ગયા વર્ષે મે મહિનામાં સરકારે SUUTI મારફત એક્સિસ બેન્કમાં તેનો 1.95 ટકા હિસ્સો આશરે રૂ. 4,000 કરોડમાં વેચ્યો હતો. આ પછી, સરકાર ફરીથી 1.55 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે અને આ વેચાણ પણ 4,000 કરોડ રૂપિયાનું થશે. આ રીતે સરકાર એક્સિસ બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની તૈયારી કરી રહી છે.

સરકાર એક્સિસ બેંકમાંથી બહાર નીકળી જશે

ગુરુવારે એક્સિસ બેન્કનો શેર BSE પર 3.34 ટકા ઘટીને રૂ. 845.15 પર બંધ થયો હતો. NSE પર તે 3.23 ટકા ઘટીને રૂ. 845.50 પર આવી ગયો છે. કેન્દ્ર સરકારની માલિકીની યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (SUUTI) એ બુધવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે એક્સિસ બેંકમાં 1.55 ટકા હિસ્સો ધરાવતા 4.65 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ વેચાણ સાથે સરકાર આ ખાનગી ક્ષેત્રની બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે.

સરકારી કમાણીની યોજના

સપ્ટેમ્બર 2022 સુધીમાં, SUUTI પાસે 4,65,34,903 શેર હતા જેમાં એક્સિસ બેન્કમાં 1.55 ટકા હિસ્સો હતો. વર્તમાન બજાર ભાવે શેરના વેચાણથી સરકારને આશરે રૂ. 4,000 કરોડ મળવાની અપેક્ષા છે. એક્સિસ બેંક ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક છે. આ બેંકના શેરે છેલ્લા એક મહિનામાં 10% થી વધુ વળતર આપ્યું છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં એક્સિસ બેંકના શેરમાં 20%નો વધારો જોવા મળ્યો છે. સરકારે તેની કમાણી માટે એક સંપૂર્ણ યોજના બનાવી છે, જેમાં આ પણ એક છે. સરકારી કંપનીઓને વેચવામાં આવશે અથવા સરકાર તેનો હિસ્સો ખાનગી કંપનીઓને વેચશે. સરકારનું ધ્યાન આમાંથી થતી કમાણી પર છે.

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">