AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Axis Bank Rules Change : મિનિમમ એકાઉન્ટ બેલેન્સ રાખવા અંગે કરાયો ફેરફાર, ધ્યાનમાં નહિ હોય તો થશે નુકસાન

સરળ બચત અને સમાન ખાતાઓ માટે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા રૂ. 2 લાખથી ઘટાડીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. અગાઉ માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા અગાઉ ચાર વ્યવહારો અથવા રૂ. 2 લાખ હતી

Axis Bank Rules Change : મિનિમમ એકાઉન્ટ બેલેન્સ રાખવા અંગે કરાયો ફેરફાર, ધ્યાનમાં નહિ હોય તો થશે નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 11:14 AM
Share

એક્સિસ બેંકે(Axis Bank) વિવિધ પ્રકારના બચત ખાતાઓમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ વધારવાની જાહેરાત કરી છે. આ સિવાય ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખ રૂપિયાથી ઘટાડીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી સિસ્ટમ 1 એપ્રિલ 2022થી અમલમાં આવી છે. મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ખાતાઓ માટે મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવણી મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર ફક્ત તે ગ્રાહકોને જ લાગુ થશે જેમને 10,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી હતું. બચત ખાતા ધારકોને તેમના બેંક ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સ જાળવવું જરૂરી હોય છે અને મોટાભાગની બેંકો આ બેલેન્સ જાળવી ન રાખવા બદલ દંડ વસૂલે છે.

એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર મેટ્રો અને શહેરી સ્થળોએ સરળ બચત અને સમકક્ષ યોજનાઓ માટે લઘુત્તમ એકાઉન્ટ બેલેન્સ મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. ઘરેલું અને NRI ખાતાઓ માટે લઘુત્તમ ખાતાના બેલેન્સમાં ફેરફાર લાગુ પડે છે.

જરૂરી રકમમાં પ્રત્યેક રૂ. 100ના તફાવત માટે શહેરી ગ્રાહકો માટે રૂ. 75ના ન્યૂનતમ ચાર્જ સાથે રૂ. 5 વત્તા રૂ. 75 અથવા રૂ. 500 બેમાંથી જે ઓછું હોય તે માસિક સર્વિસ ચાર્જ (MSF) વસુલવામાં આવશે.

માસિક રોકડ વ્યવહાર મર્યાદા

સરળ બચત અને સમાન ખાતાઓ માટે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા રૂ. 2 લાખથી ઘટાડીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. અગાઉ માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા અગાઉ ચાર વ્યવહારો અથવા રૂ. 2 લાખ હતી જે હવે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદાને ઘટાડીને પ્રથમ ચાર વ્યવહારો અથવા રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. બેંકે નોન-હોમ અને થર્ડ પાર્ટી કેશ લિમિટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

PNB ચેક પેમેન્ટના નિયમોમાં ફેરફાર કરી રહી છે

PNBએ ચેક પેમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. PNB 4 એપ્રિલ, 2022 થી પોઝિટિવ પે સિસ્ટમ (PPS) લાગુ કરવા જઈ રહ્યું છે. ચેક ચૂકવતા પહેલા ગ્રાહકોએ વેરિફિકેશન કરવું પડશે. ચકાસણી ન થવાના કિસ્સામાં, બેંક હવે ચેક પરત કરશે. ફ્રોડના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બેંકે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Opening Bell : મજબૂત શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60786 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : અદાણી ગ્રુપની આ કંપનીઓએ GAUTAM ADANI ને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">