Opening Bell : મજબૂત શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60786 ઉપર ખુલ્યો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)માં સોમવારે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex) 1292.33 પોઈન્ટ અથવા 2.18% ના વધારા સાથે 60,569.02 પર બંધ થયો હતો

Opening Bell : મજબૂત શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60786 ઉપર ખુલ્યો
આજે પણ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Apr 05, 2022 | 9:23 AM

Share Market : સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારે (Stock Market)મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ થયા બાદ આજે મંગળવારે પણ બજાર ગ્રીન ઝોનમાં શરૂઆત કરી પણ આજે નફાવસૂલી હાવી થઇ હતી. શેરબજારમાં આજે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબારની શરૂઆત કરી બાદમાં લાલ નિશાન નીચે સરક્યા છે. સેન્સેક્સ (Sensex Today)0.29 અને નિફટી(Nifty Today) 0.15 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 60,786.07 ઉપર ખુલ્યો છે જે ગઈકાલના 60611 ના બંધ સ્તર કરતા 174 અંક ઉપર છે. નિફટીની વાત કરીએતો સોમવારે નિફ્ટી 382 અથવા 2.17% ના ઉછાળા સાથે 18,053 પર બંધ રહ્યો હતો. આજે ઇન્ડેક્સ 27 અંક ઉપર 18080 એ ખુલ્યો છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ (9.20 AM)

SENSEX 60,484.61 −127.13 (0.21%)
NIFTY 18,034.15 −19.25 (0.11%)

કારોબાર દરમ્યાન Sensex  અને Nifty નો ઉતાર – ચઢાવ

SENSEX

NIFTY

Open 60,786.07 Open 18,080.60
Prev close 60,611.74 Prev close 18,053.40
High 60,786.07 High 18,089.70
Low 60,462.03 Low 18,020.55
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 47,204.50 52-wk low 14,151.40

વૈશ્વિક સંકેત મજબૂત મળ્યા

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારોમાં મજબૂત તેજી જોવા મળી રહી છે અને તમામ સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ડાઉ જોન્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે દિવસની ટોચે બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 270 પોઈન્ટ એટલે કે 1.9 ટકાના વધારા સાથે લીલા નિશાન પર બંધ થયો હતો. આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્વિટરના શેરમાં 27 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઈલોન મસ્કે માહિતી આપી હતી કે ટ્વિટરમાં તેમની 9.2 ટકા ભાગીદારી છે. આ સિવાય યુરોપના બજારોમાં મામૂલી ઉછાળો જોવા મળી રહ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો SGX નિફ્ટીમાં પણ હરિયાળી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

કોમોડિટી પર અપડેટ

  • યુરોપિયન બજારોમાં થોડો વધારો
  • ક્રૂડ ઓઈલમાં રિબાઉન્ડ, બ્રેન્ટ 110 ડોલરની નજીક
  • રશિયા પર નવા પ્રતિબંધોને કારણે તેલમાં હલચલ
  • સાઉદી અરામકો દ્વારા તેલના ભાવમાં વધારો થતાં ક્રૂડમાં વધારો થયો
  • સોના અને ચાંદીમાં એવરેજ વેપાર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. 15 દિવસમાં તેલના ભાવમાં 13 વખત વધારો થયો છે. અત્યાર સુધી કિંમતોમાં 9.20 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

INDUSIND BANK ના અગત્યના ડેટા

31 માર્ચ સુધી એડવાન્સ 13% વધીને 2.4 Lk Cr (YoY) 31 માર્ચ સુધી ડિપોઝિટ 15% વધીને 2.9 Lk Cr (YoY) 31 માર્ચના રોજ CASA રેશિયો 41.8% થી વધીને 42.8% (YoY) થયો

FII-DII ડેટા

4 એપ્રિલના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 1152.21 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1675.01 કરોડનું રોકાણ કર્યું હતું.

સોમવારનો કારોબાર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)માં સોમવારે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex) 1292.33 પોઈન્ટ અથવા 2.18% ના વધારા સાથે 60,569.02 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી(Nifty) 382 અથવા 2.17% ના ઉછાળા સાથે 18,053 પર બંધ રહ્યો હતો. બેંક, ફાઇનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 488 પોઈન્ટના વધારા સાથે 59,764 પર ખુલ્યો હતો. સેન્સેક્સે 60,845ની ઊંચી સપાટી બનાવી છે. NSE નો નિફ્ટી પણ 139 પોઈન્ટના વધારા સાથે 17,809 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : અદાણી ગ્રુપની આ કંપનીઓએ GAUTAM ADANI ને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ચિંતાજનક સ્તરે પહોંચ્યા ઇંધણના ભાવ, 15 દિવસમાં 9.20 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati