અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટના નિકાલ કરતા એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણથી ઉદ્યોગો કફોડી સ્થિતિમાં, ૧૮૦૦ ઉદ્યોગ સપ્તાહથી ઠપ્પ, નિકાસને ૧ હજાર કરોડના નુકશાનનો અંદાજ

અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટના નિકાલ કરતા એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ એક સપ્તાહ સુધી રીપેર ન થતા ૧૮૦૦ કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જીઆઇડીસી ૭ દિવસથી એક લીકેજ રીપેર ન થવાના કારણે બંધ થઇ ગઈ છે. મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈન લીકેજ થયા […]

અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટના નિકાલ કરતા એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણથી ઉદ્યોગો કફોડી સ્થિતિમાં, ૧૮૦૦ ઉદ્યોગ સપ્તાહથી ઠપ્પ, નિકાસને ૧ હજાર કરોડના નુકશાનનો અંદાજ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 12:48 PM

અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટના નિકાલ કરતા એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ એક સપ્તાહ સુધી રીપેર ન થતા ૧૮૦૦ કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જીઆઇડીસી ૭ દિવસથી એક લીકેજ રીપેર ન થવાના કારણે બંધ થઇ ગઈ છે. મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈન લીકેજ થયા બાદ ભારે વરસાદના કારણે રીપેરીંગમાં સતત વિલંબ થઇ રહ્યો છે.

દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ પડવાથી રોજના કરોડોના પ્રોડક્શન લોસ સાથે નિકાસ ઉપર પણ મોટી અસર પડી રહી છે. માત્ર અંકલેશ્વર એસ્ટેટ રોજના ૧૦૦ કન્ટેનર કેમિકલ વિદેશ રવાના કરે છે.એક અંદાજ મુજબ સપ્તાહમાં ૧૦૦૦ કરોડથી વધુના નિકાસને અસર પડી છે. કેમિકલ ક્લસ્ટરમાંથી ડાઇઝ, પીગ્મેન્ટ, પેસ્ટિસાઇડ્સ, ઇન્ટરમીયેટ્સ અને બલ્ક ડ્રગ દુનિયાના દેશોમાં નિકાસ કરાય છે. રોજનું સરેરાશ ૧૦૦ કન્ટેનર કેમિકલ માત્ર અંકલેશ્વર નિકાસ કરે છે ત્યારે ૭ દિવસથી બંધ ઉદ્યોગોની હાલત દયનિય બની છે.

ભારતમાંથી નિકાસ થતા કેમીકલોનું માર્કેટ તોડવા ચીન સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. સસ્તા અને બલ્ક પ્રોડક્શનથી ચીન ભારતીય ઉત્પાદનો સામે મજબૂત લડત આપે છે. રીપેરીંગમાં થતો વિલંબ ઉપરાંત વીજધાંધિયાના કારણે કેમિકલ ઉદ્યોગોના પ્રોડક્શનને અસર પહોંચે છે. નિકાસકારો અનુસાર કોવીડ બાદ માંડમાંડ બેઠા થતા ઉદ્યોગોને આ બધી બાબતો પડતા ઉપર પાટુ મારે છે. એક અંદાજ મુજબ સપ્તાહમાં ૧૦૦૦ કરોડથી વધુના નિકાસને અસર પડી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નિકાસકાર અનિષ પરીખે જણાવ્યું હતું કે ૭ દિવસથી કંપનીઓ બંધ છે. કોવીડ , વીજધાંધિયા અને હવે પાઈપલાઈન લીકેજના કારણે ૪ મહિનાથી ઉદ્યોગો સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગકાર રાજેશ દુધાતે જણાવ્યું હતું કે સરકારે કાયમી બની રહેલી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. ગ્લોબલ માર્કેટમાં મંદ ગતી ભારતીય ઉદ્યોગોને મેદાન ભાર ફેંકી દેશે.ગ્લોબલ માર્કેટમાં ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનોનો દબદબો છે. વિદેશી આયાતકાર ડિલિવરી સમય ઉપર માંગતા હોય છે અન્યથા પેનલ્ટી અને ઓર્ડર કેન્સલ કરવું સુધીના પગલાં લે છે ત્યારે ઠપ્પ થયેલા ઉદ્યોગો વિદેશી ગ્રાહક ગુમાવવાનો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">