વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?

વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે. TV9 Gujarati હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું […]

Parth_Solanki

|

Feb 02, 2019 | 10:31 AM

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે.

હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું છે. જેનું મુખ્ય કારણ ત્રણ રજાઓ રવિવારના દિવસે આવે છે. જેના કારણે કર્મચારીઓની કુલ રજાઓમાં ઘટાડો આવી જશે. આ રજાઓ : બાબા આંબેડકર જયંતિ (14 એપ્રિલ), દીવાળી (27 ઓક્ટોબર) અને ઈદ-એ-મિલાદ (10 નવેમ્બર) છે.

આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

જો કે ગત વર્ષે એટલે કે 2018માં પણ 2 રજાઓ રવિવાર હોવાના કારણે જતી રહી હતી, જે આ વર્ષે વધીને ત્રણ થઈ છે. આ તરફ સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પાંચ કાર્ય દિવસ માટે માંગણી કરી રહ્યા છે, એટલે કે શનિ- રવિ બે દિવસ રજા માટેના રહે. પરંતુ સરકાર તરફથી આ અંગે કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અંગે તમારું શું માનવું છે અમને જરૂરથી જણાવો. શું સરકારી કર્મચારીઓને 5 કાર્ય દિવસ એટલે કે શનિ-રવિ બંને દિવસ રજા મળવી જોઇએ?

[yop_poll id=”988″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati