સોલર પાવર પ્લાન્ટ બનાવવાની કામગીરી સાથે Avaada MHBuldhana જોડાયેલી કંપની છે. અવાડા એક નવી બનેલી કંપની છે. આ કંપની મહારાષ્ટ્રમાં સોલર પાવર પ્લાન્ટ બનાવવી કામગીરી કરે છે. Avaada MHBuldhana Pvt Ltd એ Avaada Energy Pvt Lt-AEPL ની સબસિડિયરી છે.ભારતી એરટેલએ રેગુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે આ કંપનીની માર્ચ 2021 સુધી શરૂ થવાની આશા છે અને 31 માર્ચ 2020 સુધી કંપનીની રેવેન્યુ શૂન્ય છે. ડિલ સંપૂર્ણ રીતે કેશમાં છે જે માર્ચ 2021 સુધી સંપૂર્ણ કરી લેવામાં આવશે.
એરટલે કહ્યું છે કે અવાડા એનર્જીએ દેશમાં 1 ગિગાવાટ સોલર અને વિંડ પ્રોજેકટના પોર્ટફોલિયો તૈયાર કરી લીધા છે. ભારતમાં 1 ગિગાવાટની ઇન્સ્ટોલ્ડ ક્ષમતા હાંસલ કરનારી AEPL દેશની પહેલી સ્વતંત્ર કંપની છે. આવાડા એનર્જી દેશમાં 1010 MWP ના બેઝ ઇન્સ્ટોલ્ડ અને 2800 MWPની પાઈપલાઈન સાથે સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પોર્ટર્ફોલીયો છે. Avaada MHBuldhana Pvt Ltd કંપની રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલા અન્ય સ્ત્રોત બનવવા અને ટ્રાન્સમિશન કારોબારમાં જોડાયેલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો