AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંડનબર્ગ સંકટમાંથી બહાર આવી અદાણીની આ કંપની, માર્ચ ક્વાર્ટરમાં મજબૂત નફો, ડિવિડન્ડ જાહેર

માર્ચ ક્વાર્ટરમાં જ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી ગ્રુપ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.

હિંડનબર્ગ સંકટમાંથી બહાર આવી અદાણીની આ કંપની, માર્ચ ક્વાર્ટરમાં મજબૂત નફો, ડિવિડન્ડ જાહેર
Adani Total Gas
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 3:57 PM
Share

અદાણી ગ્રૂપની અદાણી ટોટલ ગેસે માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ₹97.91 કરોડ હતો. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં 21 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે માર્ચ ક્વાર્ટરમાં જ હિંડનબર્ગે અદાણી ગ્રુપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી ગ્રૂપની મોટાભાગની કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા હતા.

આ પણ વાંચો :અદાણીની આ કંપનીનો નફો ચાર ગણો વધ્યો, એક જ ઝાટકે થઇ જંગી કમાણી

અદાણી ટોટલની આવક 10.2 ટકા વધીને રૂ. 1,114.8 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે રૂ. 1,012 કરોડ હતો. માર્ચ 2022ના ક્વાર્ટરમાં માર્જિન 13 ટકાથી વધીને 17.5 ટકા થયું છે. આ સિવાય અદાણી ટોટલ ગેસના બોર્ડે પણ ડિવિડન્ડની ભલામણ કરી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે, રૂ 1 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 0.25 ના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે.

કંપનીએ માહિતી આપી હતી કે CNG સ્ટેશનોના નેટવર્કના વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં 28 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, પીએનજીના ભાવમાં વધારાને કારણે, મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા ગેસની માગ ઓછી થઈ છે. જેના કારણે પીએનજીની માત્રામાં 13 ટકાનો ઘટાડો થયો છે.

જણાવી દઈએ કે FY23 ના અંત સુધીમાં કંપનીના CNG સ્ટેશનોની સંખ્યા વધીને 460 થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે તેણે 126 નવા CNG સ્ટેશન ઉમેર્યા છે. મંગળવારે BSE પર કંપનીનો શેર 1.29 ટકાના વધારા સાથે રૂ. 956.85 પર બંધ થયો હતો.

અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી પણ નફામાં

અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી કંપનીના સ્ટોકમાં રોકેટ જેવી ઝડપ જોવા મળી શકે છે. તેનું કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો છે. જેમાં કંપનીએ જબરદસ્ત નફો નોંધાવ્યો છે. હા, અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણો નફો કર્યો છે. આંકડાઓની વાત કરીએ તો કંપનીએ 507 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર, 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 121 કરોડ રૂપિયા હતો. જો આવકની વાત કરીએ તો એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 1,587 કરોડ હતો, જે વધીને રૂ. 2,988 કરોડ થયો છે, જે લગભગ બમણો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">