AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીની આ કંપનીનો નફો ચાર ગણો વધ્યો, એક જ ઝાટકે થઇ જંગી કમાણી

માર્ચ ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીનો નફો ચાર ગણો વધીને રૂ. 507 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 121 કરોડ હતો.

અદાણીની આ કંપનીનો નફો ચાર ગણો વધ્યો, એક જ ઝાટકે થઇ જંગી કમાણી
Adani Green Energy
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:48 AM
Share

અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી કંપનીના સ્ટોકમાં રોકેટ જેવી ઝડપ જોવા મળી શકે છે. તેનું કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો છે. જેમાં કંપનીએ જબરદસ્ત નફો નોંધાવ્યો છે. હા, અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણો નફો કર્યો છે. આંકડાઓની વાત કરીએ તો કંપનીએ 507 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર, 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 121 કરોડ રૂપિયા હતો. જો આવકની વાત કરીએ તો એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 1,587 કરોડ હતો, જે વધીને રૂ. 2,988 કરોડ થયો છે, જે લગભગ બમણો છે.

આવકમાં પણ વધારો થયો

નાણાકીય વર્ષ 2002-23 માટે કંપનીનો નફો અગાઉના નાણાકીય વર્ષના રૂ. 489 કરોડથી લગભગ બમણો થઈ ગયો છે. હા, નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો નફો 973 કરોડ રૂપિયા જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ. 5,548 કરોડથી વધીને રૂ. 8,633 કરોડ થઈ હતી. અદાણી ગ્રીન એનર્જીએ જાહેરાત કરી હતી કે કંપનીના એમડી અને સીઈઓ વિનીત એસ. જૈનને માત્ર કંપનીના એમડીનું પદ આપવામાં આવ્યું છે, જે 11 મે, 2023થી લાગુ થશે.

નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વધારો

કંપનીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023માં એનર્જીનું વેચાણ વાર્ષિક ધોરણે 58 ટકા વધીને 14,880 મિલિયન યુનિટ થયું છે. અદાણી ગ્રીને FY23માં તેના ઓપરેશનલ ફ્લીટમાં 2,676 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો કર્યો છે. જેમાં રાજસ્થાનમાં 2,140 મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્લાન્ટ, મધ્ય પ્રદેશમાં 325 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને રાજસ્થાનમાં 212 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સામેલ છે. અદાણી ગ્રીને FY23માં SECI સાથે 450 મેગાવોટના પવન પ્રોજેક્ટ્સ અને 650 મેગાવોટના સૌર પ્રોજેક્ટ્સ માટે PPA પર હસ્તાક્ષર કર્યા છે, જે પ્રોજેક્ટની લાઇનને વધુ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો :Campa Cola માટે અંબાણીનો જબરદસ્ત પ્લાન, મુરલીની સ્પિનથી કોકા કોલા-પેપ્સીને ક્લીન બોલ્ડ કરશે

અદાણી ગ્રીનના શેર વધી શકે છે

સારા પરિણામ બાદ આજે કંપનીના શેરમાં તેજી જોવા મળી શકે છે. ત્રણ દિવસની રજા બાદ મંગળવારે શેરબજારો ખુલશે. જો કે, શુક્રવારે અદાણી ગ્રીનના શેરમાં 3.67 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. 950.60 પર બંધ થયો હતો. જો કે, 28 એપ્રિલે કંપનીનો શેર રૂ. 439.35 સાથે 52 સપ્તાહની નીચી સપાટીએ ગયો હતો. ત્યાર બાદ કંપનીના શેરમાં 116.36 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">