દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે અદાણી, Tata AIG સહિત 54 કંપનીઓએ લગાવી બોલી

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે અદાણી, Tata AIG સહિત 54 કંપનીઓએ લગાવી બોલી
Anil Ambani

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના બિડરોએ સમગ્ર કંપનીને ટેકઓવર કરવા માટે EoI આપ્યો છે. કેટલીક કંપનીઓએ રિલાયન્સ કેપિટલની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 27, 2022 | 5:47 PM

અનિલ અંબાણી (Anil Ambani) જૂથની કંપની રિલાયન્સ કેપિટલના  (Reliance Capital) અધિગ્રહણ માટે 54 કંપનીઓએ બિડ કરી છે. આ કંપનીઓમાં અદાણી ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ટાટા એઆઈજી, એચડીએફસી એર્ગો અને નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. સૂત્રોએ આ માહિતી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિયુક્ત કરાયેલા એડમિનિસ્ટ્રેટરે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 માર્ચથી લંબાવીને 25 માર્ચ કરી હતી. અન્ય બિડર્સમાં યસ બેન્ક, બંધન ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ઓક ટ્રી કેપિટલ, બ્લેકસ્ટોન, બ્રુકફિલ્ડ, TPG, KKR, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક સંભવિત બિડર્સની વિનંતીઓને પગલે બિડિંગ માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. આ કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) સબમિટ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

ત્રીજી મોટી NBFC સામે IBC હેઠળ કાર્યવાહી

રિઝર્વ બેંકે ગયા વર્ષે 29 નવેમ્બરે ચુકવણી અને વ્યવસાયના સંચાલનમાં ડિફોલ્ટના મુદ્દાઓ પર રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિસર્જન કર્યું હતું. તે ત્રીજી સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) છે જેની સામે મધ્યસ્થ બેંકે નાદારી અને નાદારી સંહિતા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અન્ય બે કંપનીઓ શ્રેય ગ્રુપની એનબીએફસી અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના બિડરોએ સમગ્ર કંપનીને ટેકઓવર કરવા માટે EoI આપ્યો છે. કેટલીક કંપનીઓએ રિલાયન્સ કેપિટલની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરી છે. બિડર્સ પાસે બે વિકલ્પો હતા કાં તો આખી કંપની રિલાયન્સ કેપિટલ માટે અથવા તેની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરે.

રિલાયન્સ કેપિટલની પેટાકંપનીઓમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરીમાં કંપનીના વેચાણ માટે બિડ આમંત્રિત કરવામાં આવી હતી

રિલાયન્સ કેપિટલના બોર્ડના વિસર્જન પછી, રિઝર્વ બેંકે નાગેશ્વર રાવ વાયને કંપનીની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) માટે એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ રિઝર્વ બેંકે કંપની સામે CIRP શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચ સમક્ષ અરજી કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં, રિઝર્વ બેન્કે કંપની માટે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા હતા અને રિલાયન્સ કેપિટલના વેચાણ માટે બિડ આમંત્રિત કર્યા હતા.

આ પણ વાંચો :  રબર સેક્ટરમાં બિઝનેસ કરવો હવે સરળ બનશે, જૂના નકામા કાયદા ખતમ થશે, વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા મળશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati