રબર સેક્ટરમાં બિઝનેસ કરવો હવે સરળ બનશે, જૂના નકામા કાયદા ખતમ થશે, વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા મળશે

રબર સેક્ટરમાં બિઝનેસ કરવો હવે સરળ બનશે, જૂના નકામા કાયદા ખતમ થશે, વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા મળશે
Rubber sector (symbolic image )

ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2021 સુધી ભારતની આયાત અને નિકાસ અનુક્રમે 4,07,930 ટન અને 2,939 ટન હતી. ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત પાંચમા ક્રમે અને વપરાશમાં બીજા ક્રમે છે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Mar 27, 2022 | 4:47 PM

રબર બિલ (Rubber Bill) ના ડ્રાફ્ટમાં સેક્ટરમાં બિઝનેસ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી દરખાસ્તો કરવામાં આવી છે. આમાં સામયિક લાઇસન્સિંગને વન-ટાઇમ રજિસ્ટ્રેશન સાથે બદલવા, કુદરતી રબર (Natural Rubber)ની માલિકીની પરવાનગીની જરૂરિયાતને દૂર કરવા અને નિરીક્ષણ માટે સ્પષ્ટ પ્રક્રિયા મૂકવા જેવી દરખાસ્તોનો સમાવેશ થાય છે. વાણિજ્ય મંત્રાલયે દાયકાઓ જૂના અપ્રચલિત કાયદાઓને નાબૂદ કરીને નવો કાયદો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવો કાયદો સેક્ટર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોને હલ કરશે તેમજ હાલના કાયદાની જૂની જોગવાઈઓને દૂર કરશે, જેનાથી વ્યવસાય ક્ષેત્ર માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે.

મંત્રાલયે રબર બીલ ડ્રાફ્ટ બિલ, 2022 તેની વેબસાઇટ પર મૂક્યુ છે અને હિતધારકોના મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા છે. વાણિજ્ય વિભાગે ઓફિસ મેમોરેન્ડમમાં કહ્યું છે કે તે રબર એક્ટ 1947 નાબૂદ કરીને નવો કાયદો લાવવાની દરખાસ્ત કરી રહ્યું છે.

જૂની જોગવાઈઓ નાબૂદ કરવામાં આવશે

રબર કાયદાને રદ્દ કરવાના પ્રસ્તાવ પરના ડ્રાફ્ટ બિલમાં જણાવાયું છે કે તાજેતરના વર્ષોમાં ઔદ્યોગિક અને આર્થિક પરિદ્રશ્યમાં ધરખમ ફેરફાર થયો છે, ખાસ કરીને રબર અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસના સંદર્ભમાં.

રબર બીલ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવી સ્થિતિમાં અપ્રચલિત જોગવાઈઓને દૂર કરવી અને કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જરૂરી બની ગયું છે. આ સાથે રબર બોર્ડની કામગીરીમાં પણ સુધારો થવો જોઈએ.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રબર એક્ટ, 1947 લાગુ કરવામાં આવ્યો હતો જ્યારે કુદરતી રબરનું કુલ ઉત્પાદન 22,500 ટન હતું અને વાવેતર વિસ્તાર 75,000 હેક્ટર હતો. આજે એનઆરનું વાર્ષિક ઉત્પાદન 8 લાખ ટન સુધી પહોંચ્યું છે અને વાવેતર વિસ્તાર 8,25,000 હેક્ટર સુધી પહોંચ્યો છે.

તેનો ઉપયોગ 40 હજાર ઉત્પાદનોમાં થાય છે

નેચરલ રબર એક એવો કાચો માલ છે જેનો ઉપયોગ વિશ્વભરમાં લગભગ 40,000 ઉત્પાદનોમાં થાય છે. ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જે નેચરલ રબર મોટા જથ્થામાં ઉત્પાદન અને વપરાશ કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2021 સુધી ભારતની આયાત અને નિકાસ અનુક્રમે 4,07,930 ટન અને 2,939 ટન હતી.

આ સમયગાળા દરમિયાન તેનું ઉત્પાદન 5,60,000 ટન હતું અને વપરાશ 9,17,000 ટન હતો. નાણાકીય વર્ષ 2020-21માં, દેશની પ્રાકૃતિક રબરની આયાત અને નિકાસ અનુક્રમે 4,10,478 ટન અને 11,343 ટન હતી. આ દરમિયાન તેનું ઉત્પાદન 7,15,000 ટન અને વપરાશ 10,96,410 ટન હતો. વૈશ્વિક સ્તરે ભારત ઉત્પાદનની દ્રષ્ટિએ પાંચમા ક્રમે અને વપરાશમાં બીજા ક્રમે છે.

આ પણ વાંચો :મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

આ પણ વાંચો :મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati