AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલાની સુનાવણી પૂર્ણ થતા અદાણીના શેર 20% સુધી ઉછળ્યા

અદાણી ગ્રૂપના શેરોમાં મંગળવાર આજે 28 નવેમ્બરના રોજ બીએસઈ પર શરૂઆતના વેપારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. આ પાછળનું કારણ સુપ્રીમ કોર્ટએ અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી હતી

સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલાની સુનાવણી પૂર્ણ થતા અદાણીના શેર 20% સુધી ઉછળ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 10:30 AM
Share

અદાણી ગ્રૂપના શેરોમાં મંગળવાર આજે 28 નવેમ્બરના રોજ બીએસઈ પર શરૂઆતના વેપારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. આ પાછળનું કારણ સુપ્રીમ કોર્ટએ અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી હતી અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને જાણ કરી હતી કે અદાણી જૂથની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી.

ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો પરંતુ અદાણી ટોટલ ગેસના શેરમાં લગભગ 20 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ 8 ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે અદાણી પાવરનો શેર લગભગ 7 ટકા વધીને ₹423.15ની તેની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અદાણી વિલ્મરનો શેર લગભગ 6 ટકા વધ્યો હતો, અદાણી પોર્ટ્સના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો હતો.

અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓમાં NDTVના શેરનો ભાવ 5 ટકાથી વધુ, અંબુજા સિમેન્ટના શેરનો ભાવ 3 ટકાથી વધુ અને ACCના શેરનો ભાવ 2 ટકાથી વધુ વધ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ  મુજબ  સેબીએ શુક્રવારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી કે અદાણી ગ્રૂપમાં તેની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી, હિંડનબર્ગ મામલાને લગતા 24માંથી 22 કેસ પહેલેથી જ ઉકેલાઈ ગયા છે. તપાસના બાકીના પાસાઓ વિદેશી નિયમનકારી સંસ્થાઓના ડેટા પર આધારિત છે.

મુખ્ય ન્યાયાધીશ ડી. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયાધીશોની પેનલે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂરી કરી છે અને સોમવાર સુધીમાં લેખિત રજૂઆતો કરવા જણાવ્યું છે.

24 જાન્યુઆરીના રોજ યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં અદાણી જૂથ તેના શેરના ભાવને કૃત્રિમ રીતે વધારવા માટે કપટપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. જૂથે વિગતવાર ખંડન સાથે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.

દરમિયાન અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 7એ Q2FY24માં ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી હતી. અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ ફ્લેગશિપ કંપની ગ્રૂપ કંપનીઓમાં ટોચના પર્ફોર્મર તરીકે ઉભરી આવી હતી તેણે તેના એકીકૃત ચોખ્ખા નફામાં 1,835 ટકાનો ઉછાળો હાંસલ કર્યો જે ₹51ના ચોખ્ખા નફાની સરખામણીમાં ₹987 કરોડ સુધી પહોંચ્યો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">