અદાણી ગ્રૂપ ક્લિયરટ્રિપમાં કરશે રોકાણ, ફ્લિપકાર્ટ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ થશે
ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના OTA પાર્ટનર તરીકે પણ કામ કરશે. શરતોના પુર્ણ પાલનને આધીન આ સોદો આ વર્ષે નવેમ્બરમાં ફાઈનલ થવાની ધારણા છે.
અદાણી ગ્રૂપે 29 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે તે ક્લિયરટ્રિપ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરી રહ્યું છે, જે ફ્લિપકાર્ટ જૂથનો એક ભાગ છે તે ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર (OTA) છે. આ રોકાણના ભાગરૂપે, અદાણી જૂથ ક્લિયરટ્રિપમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો હસ્તગત કરશે. ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના OTA પાર્ટનર તરીકે પણ કામ કરશે. પરંપરાગત શરતોના પુર્ણ પાલનને આધીન આ સોદો આ વર્ષે નવેમ્બરમાં ફાઈનલ થવાની ધારણા છે.
તે સ્થાનિક કંપનીઓ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી છે જે આખરે સ્થાનિક નોકરીઓ તેમજ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે. મીડીયા સાથે વાતચીતમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ક્લિયરટ્રિપ પ્લેટફોર્મ અમારા દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાપક સુપર એપ યાત્રાનો અનિવાર્ય હીસ્સો બનશે.
ફ્લિપકાર્ટ દ્વારા હસ્તગત કર્યા પછી, ક્લિયરટ્રિપમાં ફ્લાઇટ બુકિંગમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. કંપની OTA સેક્ટરમાં વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. અદાણી એરપોર્ટ પર યાત્રાની પ્રવૃતિઓ પણ કોવિડ પહેલાના સ્તરે પહોચી છે. આમ અદાણી ગ્રૂપ અને ફ્લિપકાર્ટ વચ્ચેની આ ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે ભારતીય ગ્રાહકોને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરવામાં આવે.
ક્લિયરટ્રિપનો ઉદ્દેશ અદાણી ગ્રુપ સાથે ટ્રાવેલ સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ કરીને પ્રોડક્ટ્સ, લોયલ્ટી પ્રોગ્રામ્સ અને અન્ય મૂલ્યવર્ધિત સેવાઓ માટે ગ્રાહકોને સહજ યાત્રાનો અનુભવ પ્રદાન કરવાનો અને તેના વિકાસને વધુ વેગ આપવાનો છે.
વિકાસ પર બોલતા, ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ ટિપ્પણી કરી કે તેઓ અદાણી જૂથ સાથેની તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે અને દેશમાં તેમના મજબૂત ટ્રાવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને ગ્રાહકોને તેમની ઑફરનો વિસ્તાર કરવાની રીતો શોધી કાઢશે.
ક્લિયર ટ્રીપની સફર
વર્ષ 2006 માં, આ કંપનીની શરૂઆત Hrush Bhatt, Matthew Spacie અને Stuart Crighton દ્વારા કરવામાં આવી હતી. ક્લિયરટ્રિપની મદદથી, વ્યક્તિ હોટેલ અને હવાઈ મુસાફરીનું બુકિંગ કરી શકે છે. તે સમય દરમિયાન, આ કંપનીની સ્પર્ધા મુખ્યત્વે MakeMyTrip અને GoIbibo સાથે રહી હતી.