GST Compensation: કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા ફાળવ્યા, ગુજરાતને મળી કેટલી રકમ? જાણો અહેવાલ દ્વારા
આજે જાહેર કરાયેલા 44 હજાર કરોડના ભંડોળમાંથી સૌથી વધુ 5011 કરોડ કર્ણાટકને, 3814 કરોડ મહારાષ્ટ્રને, 3608 કરોડ ગુજરાતને, 3357 કરોડ પંજાબને અને 2418 કરોડ કેરળને આપવામાં આવ્યા છે.
નાણા મંત્રાલયે GST Compensation તરીકે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ 44,000 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 માં બેક-ટુ-બેક લોન સુવિધા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યોને કુલ 1 લાખ 59 હજાર કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે. સરકાર દર બે મહિને રાજ્યોને GST compensation આપે છે.
✅ GoI releases balance amount of ₹44,000 crore to States and UTs (with Legislature) under the back-to-back loan facility in-lieu of #GST compensation.
✅ Total amount released in current FY in-lieu of #GST compensation is ₹1,59,000 crore
Read more➡️ https://t.co/xwaSsEXIts pic.twitter.com/jxLLrH1w8U
— Ministry of Finance (@FinMinIndia) October 28, 2021
પ્રથમ વખત બેક-ટુ-બેક લોન સુવિધા માટે 15 જુલાઈ 2021ના રોજ રૂ 75,000 કરોડ અને 7 ઓક્ટોબરે રૂ 40,000 કરોડનું ભંડોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવ્યું હતું. GST કાઉન્સિલની 28મી મેના રોજ મળેલી 43મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 1.59 લાખ કરોડ રૂપિયા લોન લેશે અને તેને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. આ GST compensationમાં જરૂરની ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વળતર તરીકે 1 લાખ કરોડ રૂપિયા જાહેર કરશે. આ ઉપરાંત લોન સુવિધા હેઠળ રૂ 1.59 લાખ કરોડ બહાર પાડવામાં આવ્યા છે. આ રીતે રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ 2.59 લાખ કરોડનું ભંડોળ મળવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020-21માં સરકારે બેક-ટુ-બેક લોન સુવિધા હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોને 1.10 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું હતું.
ગુજરાતને 3608 કરોડ રૂપિયા મળ્યા આજે જાહેર કરાયેલા 44 હજાર કરોડના ભંડોળમાંથી સૌથી વધુ 5011 કરોડ કર્ણાટકને, 3814 કરોડ મહારાષ્ટ્રને, 3608 કરોડ ગુજરાતને, 3357 કરોડ પંજાબને અને 2418 કરોડ કેરળને આપવામાં આવ્યા છે. સૌથી ઓછી રકમ રૂ 39 કરોડ મેઘાલયને, રૂ 111 કરોડ ત્રિપુરાને અને રૂ 234 કરોડ ગોવાને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : IRCTC Stock Split: IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું, સ્પ્લિટ બાદ શેર 11 ટકાથી વધુ ઉછળ્યો
આ પણ વાંચો : Fino Payments Bank IPO : ફાયનાન્સ કંપનીનો આજે IPO ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર