Adani Enterprises Q2 Results : ચોખ્ખો નફો વધીને રૂપિયા 461 કરોડ થયો, કંપનીની આવક ત્રણ ગણી વધીને 38175 કરોડ થઈ

અદાણી વિલ્મરે પણ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા કંપનીએ સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ. 176.45 કરોડથી 64.78 ટકા ઘટીને રૂ. 62.15 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

Adani Enterprises Q2 Results :  ચોખ્ખો નફો વધીને રૂપિયા 461 કરોડ થયો, કંપનીની આવક ત્રણ ગણી વધીને 38175 કરોડ થઈ
Guatum adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 6:30 AM

3 નવેમ્બરના રોજ કંપની દ્વારા જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામો અનુસાર નાણાકીય વર્ષ 2022-23 (Q2 FY23) ના બીજા ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો ચોખ્ખો નફો વધીને રૂ. 461 કરોડ થયો હતો. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 117 ટકા વધ્યો છે કારણ કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 212 કરોડ હતો. ક્રમિક રીતે જોકે, Q1 FY23 માં નોંધાયેલા રૂ. 469.46 કરોડથી નફો 1.81 ટકા ઘટ્યો હતો. ફ્લેગશિપ અદાણી ગ્રૂપ એન્ટિટીએ FY23 ના Q2 માં આવકમાં  વધારો નોંધાવ્યો હતો જે 38,175 કરોડ રૂપિયા હતો.  એક વર્ષ અગાઉના સમયગાળામાં 13,218 કરોડ રૂપિયાની સરખામણીમાં લગભગ ત્રણ ગણો છે. કંપનીનો EDBITDA સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરમાં રૂ. 1,869 કરોડ થયો હતો જે ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 883 કરોડ નોંધાયો હતો.

અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.કે અદાણી કંપનીઓના પોર્ટફોલિયોની વિવિધ શક્તિઓ સાથે વ્યૂહાત્મક રીતે સંકલિત આકર્ષક વિચારો ઉપર નિર્માણ કરતી રહી હોવાના કારણે અદાણી એન્ટરપ્રાઇઝે ભારતના સૌથી સફળ નવા બિઝનેસ ઇન્ક્યુબેટર તરીકે તેની સ્થિતિને ફરીથી માન્ય કરી છે. અમે ભારતની વૃદ્ધિની ગાથામાં સતત ભરોસો રાખીને આગળ વધીએ છીએ અને વિશ્વ-સ્તરના માળખાના અદ્યતન અને કાર્યક્ષમ વિકાસ મારફત રાષ્ટ્ર-નિર્માણની અમારી મુખ્ય ફિલસૂફી માટે પ્રતિબદ્ધ રહેતા આવ્યા છીએ જે વધતા શેરધારકોને મૂલ્ય પ્રદાન કરે છે.

BSE ખાતે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 3,591.91 પર બંધ થયો હતો, જે આગલા દિવસના બંધની સરખામણીમાં 0.37 ટકા વધુ હતો.અગાઉ 3 નવેમ્બરના રોજ, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની સંસ્થા અદાણી ટોટલ ગેસે રૂ. 160.08 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 158.12 કરોડ નોંધાયો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અદાણી વિલ્મરે પણ  તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા કંપનીએ સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ. 176.45 કરોડથી 64.78 ટકા ઘટીને રૂ. 62.15 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

અદાણી સમૂહનો હિસ્સો એવી અદાણી એન્ટરપ્રાઇસના  તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા અર્ધવાર્ષિક અને ક્વાર્ટર માટેના ઉત્સાહવર્ધક પરિણામો અનુસાર  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી  કામગીરીને કારણે કુલ આવક ૨૦૨% વધીને રૂ.૭૯૫૦૮ કરોડ થઇ છે. IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે EBIDTA ૮૬% વધીને ૪,૧૦૦ કરોડ થયું છે તો એટ્રિબ્યુટેબલ PAT ૯૨% વધીને રૂ.૯૩૦ કરોડ નોંધાયું છે

નાણાકીય વર્ષ-૨૩ના બીજા ક્વાર્ટર દરમિયાન નાણાકીય કામકાજ (YoY ધોરણે) મુજબ  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા સંગીન કામગીરીને કારણે કુલ આવક ૧૮૩% વધીને ૩૮૪૪૧ કરોડ થઇ છે.  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે EBIDTA ૬૯% વધીને ૨,૧૩૬ કરોડ થયો છે. એટ્રિબ્યુટેબલ PAT ૯૨% વધીને રૂ.૯૩૦ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૧૭% વધીને EBIDTA ૪૬૧ કરોડ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">