આધાર અને PANને જોડીને વ્યવસાયો અને લોકો માટે બનાવવી જોઈએ એક જ ID, બિઝનેસ કરવો થશે સરળ: પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વ્યવસાયો અને લોકો માટે હાલના સમયમાં ઉપલબ્ધ કેટલાક આઈડેન્ટિફીકેશન નંબરોને જોડીને એક આઈડી નંબર બનાવવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે અનેક આઈડેન્ટિફીકેશન નંબરોને મર્જ કરીને એક નંબર બનાવવો જોઈએ.

આધાર અને PANને જોડીને વ્યવસાયો અને લોકો માટે બનાવવી જોઈએ એક જ ID, બિઝનેસ કરવો થશે સરળ: પીયૂષ ગોયલ
Commerce and Industry Minister Piyush Goyal (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:42 PM

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Commerce and Industry Minister Piyush Goyal) વ્યવસાયો અને લોકો માટે હાલના સમયમાં ઉપલબ્ધ કેટલાક આઈડેન્ટિફીકેશન નંબરોને (Identification Numbers) જોડીને એક આઈડી નંબર બનાવવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે અનેક આઈડેન્ટિફીકેશન નંબરોને જેવા કે, આધાર, પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન), ટેક્સ ડિડક્શન અને કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) વગેરેને મર્જ કરીને એક નંબર બનાવવો જોઈએ. જેનાથી સેવાઓની ડીલીવરી સરળ અને ઝડપી બનાવી શકાય.

ગોયલે 22 ડિસેમ્બરે અનુપાલન દબાણ ઘટાડવા માટેના સુધારાના આગલા તબક્કા પર રાષ્ટ્રીય વર્કશોપમાં બોલતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર હવે મોટા સુધારાઓ હાથ ધરવાની તૈયારીમાં છે જે અનુપાલન દબાણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

સરકારે વેપારને સરળ બનાવવા માટે ઘણાં પગલાં લીધાં છે: ગોયલ

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

ગોયલે કાર્યક્રમ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકાર દ્વારા 25,000 થી વધુ અનુપાલન ઘટાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વેપાર કરવાનું સરળ બનાવવા માટે કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા વિવિધ પગલાં દ્વારા આ બન્યું છે. આ પહેલા પણ સરકાર સાથે જોડાયેલા ઘણા લોકો અને બિઝનેસ માટે એક ઓળખ નંબરની સલાહ આપી ચૂક્યા છે. પરંતુ વિચાર પર પ્રારંભિક વાતચીત પછી તેના પર અમલ થઈ શક્યો નથી. કારણ કે વ્યાપારીઓમાં તેને લઈને કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.

ટેક્નોલોજીને ઉકેલ તરીકે વર્ણવતા ગોયલે કહ્યું કે ટેક્નોલોજી આ ક્ષેત્રમાં સરકારી યોજનાઓને મદદ અને સહયોગ કરશે. નહી કે આ અનુપાલનોને વધુ જટીલ બનાવશે. મંત્રીએ અનેક સેવાઓને મર્જ કરવાની પણ વાત કરી, જેમ કે ડિજીલોકર અને નેશનલ વિન્ડો સિસ્ટમ, જેથી પુનરાવર્તિત પ્રક્રિયાઓને સુધારી શકાય. તેની સાથે અંતરોને ઘટાડવામાં આવે અને અને મંજૂરી માટે અરજી કરતી વખતે અવરોધો દૂર કરી શકાશે.

આવકમાં અસમાનતાને સર્વિસની ડિલીવરીમાં ધ્યાન રાખવાની જરૂરીયાત: ગોયલ

મંત્રીએ પોલીસી બનાવનારાઓને સેવાઓની ડિલિવરીનું આયોજન કરતી વખતે આવકમાં મોટી અસમાનતા, શિક્ષણનું સ્તર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ખાસ કરીને કનેક્ટિવિટી ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને જો ટેક્નોલોજી સામેલ હોય તો આ કરવાનું કહ્યું છે. ગોયલે એમ પણ કહ્યું હતું કે કાનૂની મેટ્રોલોજીને ડિ-ક્રિમિનાલાઈઝ કરવાની તાત્કાલિક જરૂર છે.

આ પણ વાંચો : હરીશ રાવતના નિવેદન બાદ મનીષ તિવારીએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પહેલા આસામ, પછી પંજાબ અને હવે ઉત્તરાખંડ…

g clip-path="url(#clip0_868_265)">