PM Modi Varanasi Visit : PM મોદીએ વારાણસીમાં કહ્યું – કેટલાક લોકો માટે ગાય ‘ગુનો’ હશે, અમારા માટે તે માતા છે

PM Narendra Modi in Varanasi Today: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશની આજની મુલાકાત દરમિયાન કાશીને રૂપિયા 2100 કરોડના વિવિધ 25 પ્રોજેક્ટની ભેટ આપી છે. આમાં કારખિયાંવમાં ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ, બેનિયાબાગમાં પાર્કિંગ અને ઈન્ટીગ્રેટ સર્વિસ સિસ્ટમ, સહીતના અન્ય કામોનુ લોકાર્પણ સામેલ છે.

PM Modi Varanasi Visit : PM મોદીએ વારાણસીમાં કહ્યું - કેટલાક લોકો માટે ગાય 'ગુનો' હશે, અમારા માટે તે માતા છે
PM Modi Varanasi Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 3:05 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi), ઉતરપ્રદેશની આજની મુલાકાત દરમિયાન જાહેરસભાને સંબોધી હતી. પોતાના સંબોધનની શરૂઆત ‘મહાદેવ’ને યાદ કરીને કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ વારાણસીના ખેડૂતો અને પશુપાલકો માટે મોટો દિવસ છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને (Former Prime Minister Chaudhry Charan Singh) પણ યાદ કર્યા. મોદીએ કહ્યું કે કેટલાક લોકોએ અહીં ગાય (Cow) અને છાણ (Dung)ના પૈસાની વાત કરવાને ગુનો બનાવી દીધો છે. ગાય કેટલાક લોકો માટે ગુનો (Crime) હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે. ગાયની મજાક ઉડાવનારા લોકો ભૂલી જાય છે કે દેશના 8 કરોડ લોકોની આજીવિકા આ ​​પશુધનથી (Livestock) ચાલે છે. ભારતમાં દર વર્ષે સાડા આઠ લાખ કરોડનું દૂધ ઉત્પાદન થાય છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીના લાખો લોકોને તેમના ઘરના દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. 1500 કરોડથી વધુની લોક કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ વારાણસીનુ ચિત્ર જ બદલી નાખશે. પીએમએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણા આંગણામાં પશુઓની હાજરી સમૃદ્ધિની નિશાની ગણાતી હતી. આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગાય આપણી આસપાસ હોવી જોઈએ, અને આપણે ગાયોની વચ્ચે રહેવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે અમે ડેરી સેક્ટર (Dairy sector) માટે કામધેનુ કમિશન (Kamadhenu Commission)ની રચના કરી છે અને પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડી દીધા છે. સરકારે પશુ આહાર અને ઘરગથ્થુ સારવાર માટે દેશવ્યાપી ઝુંબેશ પણ શરૂ કરી છે. પશુઓના થતા રોગથી છુટકારો મેળવવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ રસીઓ સરકાર દ્વારા પશુઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

આ પણ વાંચોઃ

ક્યારેક ધવન તો ક્યારેક કેએલ રાહુલ, ભારતે 2018થી અત્યાર સુધીમાં 32 ટેસ્ટમાં કેટલી ઓપનિંગ જોડી અજમાવી છે, જાણો અહીં

આ પણ વાંચોઃ

UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો

g clip-path="url(#clip0_868_265)">