AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Free Update : સરકારે Aadhaar અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવી, હવે 3 મહિનાનો વધુ સમય મળશે

Aadhaar Card Free Update : ભારતીયો માટે સારા સમાચાર છે. સરકારે આધાર કાર્ડ(Aadhaar Card)ની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ આગળ વધારી(Aadhar Update Date Extension) છે. અગાઉ આ છેલ્લી તારીખ 14મી સપ્ટેમ્બર હતી પણ હવે વધુ સમય મળશે.

Aadhaar Card Free Update : સરકારે Aadhaar અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવી, હવે 3 મહિનાનો વધુ સમય મળશે
Aadhar Updation Date Extended
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 8:36 AM
Share

Aadhaar Card Free Update : ભારતીયો માટે સારા સમાચાર છે. સરકારે આધાર કાર્ડ(Aadhaar Card)ની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ આગળ વધારી(Aadhar Update Date Extension) છે. અગાઉ આ છેલ્લી તારીખ 14મી સપ્ટેમ્બર હતી પણ હવે વધુ સમય મળશે.

  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ (Aadhar Update Last Date ) ત્રણ મહિના માટે લંબાવી છે. હવે તમે તમારી આધાર વિગતો 14 ડિસેમ્બર 2023 સુધી નિઃશુલ્ક અપડેટ કરી શકશો.

UIDAI દ્વારા ઈશ્યુ કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર “વધુમાં વધુ લોકોને તેમના દસ્તાવેજો આધારમાં અપડેટ કરવા પ્રોત્સાહિત કરવા માટે, 14 સપ્ટેમ્બર 2023 સુધી myAadhaar portal દ્વારા તેમના દસ્તાવેજોને આધારમાં નિઃશુલ્ક અપડેટ કરવાની જોગવાઈ કરવામાં આવશે.” તેમ નક્કી કર્યું હતું. લોકોના હકારાત્મક પ્રતિભાવના આધારે આ સુવિધાને 3 મહિના એટલે કે 15.09.2023 થી 14.12.2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા 14.12.2023 સુધી વિના મૂલ્યે ચાલુ રહેશે.

UIDAI દસ વર્ષ જૂના આધાર ધારકોને નવી માહિતી સાથે વિગતો અપડેટ કરવા માટે પણ વિનંતી કરી રહ્યું છે. UIDAI વેબસાઈટ જણાવે છે કે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતીની ચોકસાઈ સાથે ચાલુ રાખવા માટે આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખના પુરાવા અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો”

આ પણ વાંચો : Basilic Fly Studio IPO allotment : આ રીતે શેર ફાળવણીની સ્થિતિ તપાસો, જાણો GMP અને લિસ્ટિંગની તારીખ

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?

  1. સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
  2. હવે આ પોર્ટલ પર લોગિન કરો અને ‘અપડેટ નામ/લિંગ/જન્મ અને સરનામું’નો વિકલ્પ પસંદ કરો.
  3. આ પછી તમારે ‘Update Aadhaar Online’ પર ક્લિક કરવાનું રહેશે.
  4. વસ્તી વિષયક વિકલ્પોની સૂચિમાંથી ‘સરનામું’ પસંદ કરો અને ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો.
  5. સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને જરૂરી વસ્તી વિષયક માહિતી દાખલ કરો.
  6. એક નંબર SRN જનરેટ થશે, તેને ટ્રેકિંગ માટે રાખો
  7. વેરિફિકેશન પછી તમારું આધાર અપડેટ થઈ જશે અને તમને SMS દ્વારા માહિતી મળશે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">