દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

નાણા મંત્રાલય (finance ministry of india) દ્વારા કહેવામાં આવ્યું હતું કે 28 જુલાઈ 2021 સુધી દેશના લગભગ 5.82 કરોડ જન ધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે. આ ખાતાઓમાં મહિલાઓના ખાતાઓની સંખ્યા લગભગ 2.02 કરોડ છે.

દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?
Pradhan Mantri Jan Dhan Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:02 AM

મોદી સરકાર(PM Modi Goverment) દ્વારા આમ આદમીને સગવડ આપવા માટે એક મોટી પહેલ કરવામાં આવી હતી. સરકાર દ્વારા જન ધન(Jan Dhan ) ખાતું ખોલવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન ધન યોજના (Jan Dhan Yojana)અંતર્ગત સરકારે દેશના દરેક ગરીબ વ્યક્તિને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા માટે આ યોજનાને શરૂ કરી અને તેના લાભ બતાવ્યા હતા પરંતુ સરકારના તમામ પ્રયાસો બાદ પણ દેશમાં લગભગ 5.82 કરોડ જન ધન ખાતાઓ નિષ્ક્રિય સ્થિતિમાં છે. આનો અર્થ એ થાય છે કે આ ખાતાઓમાં કોઈ વ્યવહાર થતો નથી.

એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રાલયે(finance ministry of india) રાજ્યસભા(Rajyasabha)માં આ ખુલાસો કર્યો હતો. નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 28 જુલાઈ, 2021 સુધી દેશના લગભગ 5.82 કરોડ જન ધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે. આ ખાતાઓમાં મહિલાઓના ખાતાઓની સંખ્યા લગભગ 2.02 કરોડ છે.

આંકડા શું કહે છે સરકારના આંકડાઓ અનુસાર દેશમાં દર 10 જન ધન ખાતામાંથી એક ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે. બીજી બાજુ જો આપણે મહિલાઓના નિષ્ક્રિય ખાતાઓની વાત કરીએ તો તે કુલ નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા 35 ટકા છે. સરકારે જે રીતે આ યોજના પર કામ કર્યું છે અને જે રીતે તેને મોટા લક્ષય સાથે શરૂ કરવામાં આવ્યું હતું.તે સામે આંકડા નિરાશાજનક છે. અત્યાર સુધીમાં દેશમાં લગભગ 42.83 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં લગભગ 1.43 લાખ કરોડ રૂપિયા જમા છે પરંતુ સાથે સાથે નિષ્ક્રિય ખાતાઓની વધતી સંખ્યા પણ સરકાર માટે ચિંતાનો વિષય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ લોકોને લાભ મળશે નહીં ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર આવા ખાતાઓ જેમાં લગભગ 2 વર્ષ સુધી કોઈ વ્યવહાર નથી તે નિષ્ક્રિય માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જન ધન ખાતાઓમાં 5.82 કરોડ ખાતા છે જેમાં બે વર્ષ સુધી કોઈ વ્યવહાર થયો નથી. જો તમારું જન ધન ખાતું પણ નિષ્ક્રિય થઈ ગયું છે તો તમારે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સરકાર તરફથી સબસિડી અથવા અન્ય યોજના હેઠળ આવતા નાણાં આ ખાતામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમારું જન ધન ખાતું નિષ્ક્રિય કરવામાં આવ્યું છે તો તમે તમામ સરકારી લાભોથી વંચિત રહી શકો છો.

આ પણ વાંચો : PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ

આ પણ વાંચો :  PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના

g clip-path="url(#clip0_868_265)">