PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના

PwC India કંપનીએ તેની નવી બિઝનેસ પોલિસી 'ધ ન્યૂ ઇક્વેશન' (The New Equation)ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં તેના કેમ્પસ હાયરિંગને પાંચ ગણાથી વધુ વધારશે.

PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના
PwC India Hiring
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:48 AM

ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ PwC India આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 લોકોને રોજગારી આપશે. આ દરમિયાન કંપની 1,600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ તેની નવી બિઝનેસ પોલિસી ‘ધ ન્યૂ ઇક્વેશન’ (The New Equation)ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં તેના કેમ્પસ હાયરિંગને પાંચ ગણાથી વધુ વધારશે.

એક અખબારી અહેવાલ મુજબ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ધ ન્યૂ ઇક્વેશન’ વલણોનું વિશ્લેષણ હજારો ગ્રાહકો અને હિસ્સેદારો સાથે કરવામાં આવેલી વાતચીત પર આધારિત છે. પીડબ્લ્યુસી ઇન્ડિયાના ચેરમેન સંજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે “ભારતનું આર્થિક માળખું મજબૂત છે, દેશના વસ્તી વિષયક લાભાંશ અને ઇનોવેશનને વેગ આપવા માટે ઇકોસિસ્ટમ તરીકે આ એક મોટો ફાયદો છે. અમારી નવી વ્યૂહરચના અમારા ગ્રાહકોને દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, સ્થાનિક બજારની સંભાવનાનો ઉપયોગ કરવા અને મોટા પ્રમાણમાં સમાજ માટે વધુ તકો ઉભી કરવા સક્ષમ બનાવશે.

તમને જણાવી દઈએ કે પેટીએમે ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે વેપારીઓને શિક્ષિત કરવા માટે ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (Field Sales Executives) ની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. નોકરી સાથે જોડાયેલી પેટીએમ જાહેરાત મુજબ ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સને માસિક પગાર અને કમિશનમાં રૂ.35,000 અને તેથી વધુ કમાવવાની તક મળશે. કંપની યુવા અને સ્નાતકોને એફએસઈ તરીકે નિયુક્ત કરવા માંગે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પણ વાંચો :  PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ

આ પણ વાંચો :  Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

g clip-path="url(#clip0_868_265)">