AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ

PFC એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે અગાઉ તેને નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ 3,557.23 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો થયો હતો. જૂન 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં PFC ની આવક વધીને રૂ 18,973.93 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 16,932.24 કરોડ હતી.

PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ
Power Finance Corporation - PFC
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:33 AM
Share

જાહેર ક્ષેત્રની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (Power Finance Corporation – PFC ) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો એકત્રિત ચોખ્ખો નફો રૂ 4,554.98 કરોડ હતો જે 28 ટકા વધ્યો છે. કંપનીની આવકમાં વધારામાં વધારાથી તેનો નફો વધ્યો છે.

કંપનીએ શેરબજાર(Share Market)ને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે અગાઉ તેને નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ 3,557.23 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો થયો હતો. જૂન 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં PFC ની આવક વધીને રૂ 18,973.93 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 16,932.24 કરોડ હતી.

ઇક્વિટી શેર દીઠ રૂ 2.25 ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગુરુવારે મળેલી બેઠકમાં 2021-22 માટે 10 રૂપિયા ફેસ વેલ્યુના પેઇડ અપ શેર પર 2.25 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી હતી. તે સ્રોત પર કર કપાત (TDS) ને આધીન છે. કંપનીના જણાવ્યા અનુસાર 2021-22 માટે વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવાના હેતુ 1 સપ્ટેમ્બર, 2021 રેકોર્ડ તારીખ તરીકે ગણવામાં આવશે.

કોન્સોલિડેટેડ નેટ NPA રેશિયો ઘટ્યો વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં PFC નો કોન્સોલિડેટેડ નેટ NPA રેશિયો ઘટીને 1.80 ટકા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 3.15 ટકા હતો. દબાણ હેઠળની સંપત્તિના સમાધાનના કારણે નેટ એનપીએમાં ઘટાડો થયો છે.

પ્રથમ ક્વાર્ટરમાં જ ડિવિડન્ડ ચૂકવવામાં સફળ PFCના ચેરમેન અને એમડી આર.એસ. ઢિલ્લોને જણાવ્યું હતું કે “અમે અમારા નફામાં 34 ટકા વૃદ્ધિ નોંધાવી છે અને આ ત્રિમાસિક ગાળામાં અમારી કામગીરીએ ફરી એક વખત PFCના મજબૂત બિઝનેસની તાકાત દર્શાવી છે. હું એ જણાવવામાં પણ ખુશ છું કે સતત સારી કામગીરીને કારણે અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ અમારા શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં સફળ રહ્યા છીએ.

આ પણ વાંચો :  Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

આ પણ વાંચો :  EPFO : 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે સરકાર, આ રીતે ચેક કરો PF BALANCE

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">