Budget 2024 Live Stream : મોદી 3.0નું પ્રથમ બજેટ અહીં જુઓ LIVE, મળશે દરેક અપડેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ, 2024ના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ સરકારી પ્લેટફોર્મ પર જોઈ શકાશે. 23મી જુલાઈનું બજેટ ભાષણનું લાઈવ ટેલિકાસ્ટ TV9 ગુજરાતી પર જોઈ શકો છો. આ સિવાય તમે TV9 Gujaratiની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ જોઈ શકો છો.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈ, 2024ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટમાં મહત્વની જાહેરાતો થવાની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બજેટ પર સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગપતિઓ સુધી તમામની નજર રહેશે. મોદી 3.0 સરકાર અને NDA ગઠબંધનનું આ પ્રથમ પૂર્ણ બજેટ હશે.
છેલ્લા કેટલાક વર્ષોથી, કેન્દ્રીય બજેટ હંમેશા 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. વર્ષ 2024 ચૂંટણીનું વર્ષ હતું, બે વખતના નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
આ પ્લેટફોર્મ પર બજેટને લાઈવ જોઈ શકો છો
તમે આવતીકાલે એટલે કે 23મી જુલાઈનું બજેટ ભાષણનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી ન્યૂઝ પર જોઈ શકો છો. આ સિવાય તમે ડીડી નેશનલ પર લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો. જો તમે તમારા ફોન પર લાઈવ ટેલિકાસ્ટ જોવા માંગો છો, તો તમે તેને ડીડી ન્યૂઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો.
- સંસદ ટીવી
- ટેલિવિઝન પ્રસારણ
- સંસદ ટીવી અને દૂરદર્શનની YouTube ચેનલ લાઇવ સ્ટ્રીમ
- નાણા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ લાઇવ સ્ટ્રીમ
- બજેટ 2024 તારીખ અને સમય
- તમે TV9 GUJARATIની ઓફિશિયલ વેબસાઈટ અને YouTube ચેનલ પર ટીવી LIVE જોઈ શકો છો.
કેન્દ્રીય બજેટ દસ્તાવેજો ક્યાંથી મેળવશો
કેન્દ્રીય બજેટ 2024માં કરવામાં આવેલી મહત્વપૂર્ણ જાહેરાતોની તમામ વિગતો સરકાર દ્વારા સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. તમે સત્તાવાર વેબસાઇટ www.indiabudget.gov.in પર જઈને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં બજેટ દસ્તાવેજો જોઈ શકશો. આ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ હશે, જેને તમે ડાઉનલોડ, જોઈ અને વાંચી શકો છો.
બજેટ ભાષણ પછી, તમે બજેટ દસ્તાવેજ પણ લઈ શકો છો. આ તમને બજેટની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ પર મળશે. તમે યુનિયન બજેટ મોબાઇલ એપ પરથી બજેટ દસ્તાવેજો ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડ યુઝર્સ તેને ગૂગલ પ્લે પરથી ઈન્સ્ટોલ કરી શકે છે. જ્યારે iPhone યુઝર્સ અથવા iOS યુઝર્સ આ એપને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.
નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે
સામાન્ય રીતે કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની રચનાને કારણે નાણાકીય વર્ષ 2024-2025નું બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ સાતમી વખત સંસદમાં બજેટ ભાષણ આપશે. અગાઉ 1 ફેબ્રુઆરીએ તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: Budget 2024 : બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત! 12 લાખ સુધીની કમાણી પર ટેક્સમાં રાહત મળી શકે છે