Union budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત, 7.75 લાખની આવક થશે કરમુક્ત

|

Jul 23, 2024 | 12:41 PM

Unio n budget 2024:23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. તેમનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. સીતારમણનું આ સાતમું બજેટ છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. આ વર્ષે ચૂંટણીને કારણે, વચગાળાનું બજેટ 2024 ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું.

Union budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત, 7.75 લાખની આવક થશે કરમુક્ત
Unio n budget 2024

Follow us on

Union budget 2024:23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. તેમનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. સીતારમણનું આ સાતમું બજેટ છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. આ વર્ષે ચૂંટણીને કારણે, વચગાળાનું બજેટ 2024 ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. નિર્મલાસીતારણ નવા ટેક્સસ્લેબની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા આવકવેરા પ્રણાલીમાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી છે. આ સાથે સામાન્ય માણસની ટેક્સ ફ્રી આવક 7.75 લાખ રૂપિયા થઈ જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આવકવેરાના સ્લેબ

0-3 Nil
3-7- 5%
7-10 – 10%
10-12 – 15%
12-15-20%
15 above – 30%
Salary saved – 17500 in new tax regime

સરકારે નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબને પણ સરળ બનાવ્યા છે. હવે નવા ટેક્સ સ્લેબમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ટેક્સ રેટ રહેશે. આ પહેલા જેવું છે. હવે 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગશે. અગાઉ આ ટેક્સ સ્લેબ 3 થી 6 લાખ રૂપિયા હતો.

એ જ રીતે, સરકારે આવકવેરાના સ્લેબને 6 રૂપિયાથી ઘટાડીને 9 લાખ રૂપિયાથી ઘટાડીને 7 થી 10 લાખ રૂપિયા કર્યો છે. તેના પર ટેક્સનો દર 10 ટકા રહેશે. તે જ સમયે, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.

ભારત માટે 9 પ્રાથમિકતાઓ

નાણામંત્રીએ કહ્યું કે ભારત માટે 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. તેમાં કૃષિ,વિકાસ, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા, ઇન્ફ્રા, ઇનોવેશન, આર એન્ડ ડી અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સનો સમાવેશ થાય છે.

Published On - 12:28 pm, Tue, 23 July 24

Next Article