Budget 2023: Railway Budget માટે ફાળવવામાં આવ્યું 2.40 લાખ કરોડનું ભંડોળ, 100 નવી યોજનાઓની કરવામાં આવશે શરૂઆત
ભારતીય રેલવેના વિકાસ માટે 2.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે તેમાં 75 હજાર નવી ભરતી પણ કરવામાં આવશે
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળમાં રજૂ કરેલા બજેટમાં સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવેના વિકાસ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે તેમાં 75 હજારની નવી ભરતી પણ કરવામાં આવશે. બજેટ સત્ર 2023 દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 5મું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે કૃષિ, મેડિકલ,રેલવે અને નવી યોજનાઓ અંગે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત પણ રેલવેના વિકાસ પણ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ રેલવે દ્વારા નવી ભરતીઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
દેશના નાણામંત્રીએ ભારતીય રેલવેને લઈને મોટી જાહેરાતો કરી છે. આમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને 400 કરવામાં આવી છે. તેમજ રેલવેની નવી યોજના માટે 75 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. ગત વર્ષે રેલવે માટે 2022-23માં 1.4 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં વધારો કરીને વર્ષ 2023-24 માટે રેલવે માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ 2.40 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે ફાળવાઈ છે.
વર્ષ 2017થી કેન્દ્રીય બજેટ સાથે જ રેલવે બજેટ રજૂ થાય છે
અગાઉ રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, એટલે કે તે સામાન્ય બજેટનો ભાગ નહોતું, પરંતુ વર્ષ 2017થી મોદી સરકારે આ પરંપરાનો અંત લાવીને રેલવે બજેટને પણ સામાન્ય બજેટનો જ એક ભાગ બનાવી દીધો. ત્યાર પછી સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે.
વર્ષ 2023-24ના રેલવે બજેટની મહત્વની બાબતો
રેલવેની નવી યોજના માટે 75,000 હજાર કરોડનું રોકાણ
100 નવી યોજનાઓ રેલવે માટે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ કંપનીના સહભાગીતા સાથે)ધોરણે શરૂ કરવામાં આવશે
રેલવેમાં નવી ભરતીઓને પણ વેગ આપવામાં આવશે અને રોજગારીનું સર્જન કરવામાં આવશે.
ગત વર્ષના રેલવે બજેટની મહત્વની બાબતો
ગત બજેટમાં 400 વંદે ભારત ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. જે સેમી હાઇસ્પીડ ટ્રેન છે તેની ગતિ 180 કિલોમીટર પ્રતિ તલાક છે .અત્યાર સુધીમાં કુલ 8 વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં નાણામંત્રીએ 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ કરવાનું પણ એલાન કર્યું હતું.