Agriculture Budget 2023: ગોબર ખેડૂતો માટે બનશે ‘ધન’! જાણો શું છે ગોબર ધન યોજના

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 7:54 PM

આ યોજનાથી ગ્રામજનોની આજીવિકા માટે નવી તકો ઉભી થશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની સુવિધાઓ પૂરી પાડશે.

Agriculture Budget 2023: ગોબર ખેડૂતો માટે બનશે 'ધન'! જાણો શું છે ગોબર ધન યોજના
Agriculture Budget 2023
Image Credit source: File Photo

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2023-24 રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ગોવર્ધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ફંડ) યોજનાને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 500 નવા વેસ્ટ-ટુ-વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાંથી 75 પ્લાન્ટ શહેરોમાં સ્થપાશે. આ સાથે 200 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને 300 કમ્યૂનિટી અથવા ક્લસ્ટર આધારિત પ્લાન્ટ હશે. જેમાં કુલ ખર્ચ રૂ. 10,000 કરોડ થશે.

આ પણ વાંચો: Agriculture Budget 2023: ખેડૂતો માટે સારા સમાચાર, બરછટ અનાજ માટે શ્રી અન્ન યોજના શરૂ, અન્નદાતાની આવકમાં થશે વધારો

બજેટમાં ગોબર ધન યોજના માટે મોટી જાહેરાત

આપને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબર ધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને ગામડાઓમાં પશુઓના ઓર્ગેનિક કચરામાંથી ધન અને ઊર્જા પેદા કરવાનો છે. આ સાથે આ યોજનાથી ગ્રામજનોની આજીવિકા માટે નવી તકો ઉભી થશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની સુવિધાઓ પૂરી પાડશે.

ગોબર ધન યોજના શું છે?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગોબર ધન યોજના દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. તેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળશે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. આ રીતે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદીને બાયોગેસમાં ફેરવવામાં આવશે.

છાણમાંથી બને છે વિવિધ વસ્તુઓ

આ દિવસોમાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનું ચલણ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. માટીની તુલનામાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનો ખર્ચ ઓછો છે અને વધુ નફો કમાઈ શકો છો. ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા અને ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવા કામમાં મહિલાઓ સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ ઉપરાંત વાસણ બનાવવામાં પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે.

ગોબર બાયોગેસ પ્લાન્ટનો વ્યવસાય

છાણનો આ પણ એક શ્રેષ્ટ ઉપયોગ છે, જેમાં છાણમાંથી બનાવેલ બાયોગેસ પ્લાન્ટ લગાવીને પણ નફો કમાઈ શકાય છે. તમે પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકો છો.

અગરબત્તી બનાવવામાં થાય છે ઉપયોગ

ગાયના છાણનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે થાય છે. ઘણી કંપનીઓ પશુપાલકો પાસેથી વાજબી ભાવે ગાયનું છાણ ખરીદે છે અને તેનો ઉપયોગ સુગંધિત અગરબત્તીઓ બનાવવા માટે પણ કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati