Budget 2023: હવે ઘરે બેઠા મહિલાઓને મળશે 15000 રૂપિયા, આ સ્કીમમાં લગાવવા પડશે નાણા

Budget 2023: આ યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આ યોજના માર્ચ 2025 સુધી બે વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ રહેશે.

Budget 2023: હવે ઘરે બેઠા મહિલાઓને મળશે 15000 રૂપિયા, આ સ્કીમમાં લગાવવા પડશે નાણા
Budget Announcement
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:49 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં બજેટ 2023 રજૂ કર્યું. આ વર્ષના બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપતા સીતારમણે તેમના માટે નવી નાની બચત યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આ યોજના માર્ચ 2025 સુધી બે વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ રહેશે. મહિલાઓ કે યુવતીઓ આમાં રોકાણ કરી શકશે. આ નાની બચત યોજનામાં મહિલાઓને 7.5 ટકાના નિશ્ચિત દરે વ્યાજ મળશે.

બજેટ ભાષણ મુજબ મહિલા સન્માન બચત પત્ર યોજનામાં મહત્તમ જમા રકમ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય રોકાણકારોને સ્કીમમાં આંશિક ઉપાડની સુવિધા પણ મળશે.

આટલો લાભ મળશે

સરકારે મહિલા સન્માન બચત પત્રમાં 7.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. આ નાની બચત યોજનામાં એક મહિલા વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ રીતે તેને 7.5 ટકાના દરે 15,000 રૂપિયાનો નફો થશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સીતારમણે એમ પણ કહ્યું કે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ, મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે, ગ્રામીણ મહિલાઓને સમાવીને 81 લાખ સ્વ-સહાય જૂથો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ જૂથોને મોટા ઉત્પાદક સાહસો અથવા સમૂહો દ્વારા આર્થિક સશક્તિકરણના આગલા તબક્કા સુધી પહોંચવામાં મદદ કરશે.

આ યોજનાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો

સીતારમણે એ પણ જાહેરાત કરી છે કે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણની મહત્તમ રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે વ્યક્તિ 4.5 લાખના બદલે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

આ ઉપરાંત, બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકવેરા મુક્તિની મર્યાદા વર્તમાન પાંચ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવશે. આ રીતે નવી ટેક્સ સિસ્ટમમાં સાત લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તે જ સમયે, નવા વ્યક્તિગત આવકવેરા શાસનમાં કર માળખામાં સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી હતી. ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">