Gujarat Foreign Investment: કોરોના વચ્ચે પણ દેશનાં રાજ્યોમાં ગુજરાત સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં નંબર-1, 37% સાથે સતત ચોથા વર્ષે બાજી મારી

Gujarat Foreign Investment: કોરોનાકાળમાં ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે FDI અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જાહેર કરી છે. આ વિગતો અનુસાર સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.

| Updated on: May 25, 2021 | 9:04 AM

Gujarat Foreign Investment: કોરોનાકાળમાં ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે FDI અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જાહેર કરી છે. આ વિગતો અનુસાર સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.

નાણાકિય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સતત ચોથા વર્ષે ટોચ પર રહ્યું છે તો દેશભરમાં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે કુલ વિદેશી રોકાણનો 78 ટકા હિસ્સો એકલા ગુજરાતનો છે જે મહારાષ્ટ્ર કરતા 10 ટકા અને કર્ણાટક કરતા 24 ટકા વધુ છે.

અન્ય રાજ્યોમાં વિદેશી રોકાણની જો વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં 27 ટકા અને કર્ણાટકમાં 13 ટકા વિદેશી રોકાણ આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારની પારદર્શક ઇન્ડસ્ટ્રિ ફ્રેન્ડલિ પોલિસીનું હકારાત્મક પરિણામ જોવા મળ્યું હોવાનો સરકારી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાત અને વિદેશી રોકાણ

1. કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે

2. ગુજરાત નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ % વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર છે

3. દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો ૭૮ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં

4.ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધુ

5. ૨૦૨૦-૨૧ દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું

ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે.કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે દેશભરમાં સૌથી વધું એફ.ડી.આઇ. મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

આ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં ૯૪% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮ % છે.આ ક્ષેત્રે આવેલા એફ.ડી.આઇમાં ગુજરાત પછીના ક્રમે રહેલા રાજ્યોમાં કર્ણાટક માત્ર 9 ટકા અને દિલ્હી 5 ટકા એફ.ડી આઇ હિસ્સો ધરાવે છે.

નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રિમ છે ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં ૨૭ ટકા અને કર્ણાટક ૧૩ ટકા વિદેશી રોકાણ આવ્યું છે એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર કરતા ૧૦ % અને કર્ણાટક કરતા ૨૪% વધું વિદેશી મુડી રોકાણ સાથે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપરન્ટ પોલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.

સરકારે જાહેર કરેલી પ્રેસ રીલીઝ પ્રમાણે  CM વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્ડસ્ટ્રી પોલિસી ર.૦ માં ઊદ્યોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે તેની ફલશ્રુતિએ કોરોના સંક્રમણના આ કપરા વર્ષો દરમિયાન પણ રાજ્યમાં આવેલા એફ.ડી.આઇ.માં માતબર વધારો થયો છે.

ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફોરૈન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જારી કરી છે.

આ યાદીમાં જણાવાયું છે કે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

Follow Us:
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે