Budget 2022: બજેટમાં પ્રાયોરીટી સ્ટેટસ ઈચ્છે છે હેલ્થકેર ઈન્ડસ્ટ્રી, GPD ના 3% સુધી ફંડ વધારવાની માગ

|

Jan 30, 2022 | 6:33 PM

બજેટ-2022 માં હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સાથે જ, આ અંતરને ભરવા માટે પણ પગલાં ભરવાની જરૂર છે.

Budget 2022: બજેટમાં પ્રાયોરીટી સ્ટેટસ ઈચ્છે છે હેલ્થકેર ઈન્ડસ્ટ્રી, GPD ના 3% સુધી ફંડ વધારવાની માગ
A separate budget allocation is urgently needed to run a national campaign for testing

Follow us on

હેલ્થકેર સેક્ટર બજેટમાં (Budget 2022)  પોતાના માટે પ્રાયોરિટી સેક્ટરનો દરજ્જો ઈચ્છે છે. આ સિવાય હેલ્થકેર સેક્ટરને અપેક્ષા છે કે આ વખતે બજેટમાં સેક્ટર માટે ફાળવણીને વધારીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના 3 ટકા કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રની અગ્રણી હેલ્થકેર કંપનીઓએ કહ્યું છે કે સરકારે બજેટમાં ટેક્સ પ્રોત્સાહનો ચાલુ રાખવા, નાના શહેરોમાં તબીબી સુવિધાઓ અપગ્રેડ કરવા અને કર્મચારીઓને કુશળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી  (Finance Minister) નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

ફોર્ટિસ હેલ્થકેરના (Fortis Healthcare) મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આશુતોષ રઘુવંશીએ જણાવ્યું હતું કે, “સરકારે 2021ના બજેટમાં પ્રથમ છ સ્તંભોમાં આરોગ્ય અને જીવનને સ્થાન આપ્યું હતું. આ 2022 માં પણ ચાલુ રાખવું જોઈએ. હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણી વધારવી જોઈએ. ટાયર II અને III શહેરોમાં આરોગ્ય સેવાઓએ પરીક્ષણ કેન્દ્રો, વેન્ટિલેટર, ICU, જટિલ સંભાળ સુવિધાઓ અને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેમણે કહ્યું કે રોગ નિવારક સ્વાસ્થ્ય, સ્ક્રીનિંગ અને પરીક્ષણ માટે રાષ્ટ્રીય અભિયાન ચલાવવા માટે અલગ બજેટ ફાળવણીની તાત્કાલિક જરૂર છે. રઘુવંશીએ કહ્યું કે હેલ્થકેરને પ્રાધાન્યતા સેક્ટરનો દરજ્જો મળવો જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

R&D માટે પ્રોત્સાહનોની માગ

એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે મહામારીએ ભારતની ક્ષમતા ઉજાગર કરી છે. ભારત દવાઓ અને રસીઓના સંશોધન અને વિકાસ (R&D) માટે વૈશ્વિક કેન્દ્ર બની શકે છે. તેમણે સંશોધન અને વિકાસ માટે ટેક્સ પ્રોત્સાહનની માંગ કરી હતી.

એશિયા હેલ્થકેર હોલ્ડિંગ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન વિશાલ બાલીએ જણાવ્યું હતું કે, મહામારીની ઘણી લહેરોને કારણે ભારતના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુરવઠા, લોકો અને ટેક્નોલોજીમાં માંગ-પુરવઠામાં અંતર ઉજાગર થયું છે. તેમણે કહ્યું કે, બજેટ-2022માં હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવા પર ધ્યાન આપવું જોઈએ અને સાથે જ આ અંતરને દૂર કરવા માટે પગલાં ભરવાની જરૂર છે.

કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાં મળે છૂટ

વિનસ રેમેડીઝના પ્રેસિડેન્ટ (ગ્લોબલ ક્રિટિકલ કેર) સરંશ ચૌધરીએ જણાવ્યું હતું કે ફાર્મા કંપનીઓ દ્વારા સંશોધન અને વિકાસ માટે ખરીદવામાં આવતા સામાન પર કસ્ટમ ડ્યુટી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મુક્તિ આપવી જોઈએ.

કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. ફર્સ્ટપોસ્ટે રિપોર્ટમાં લખ્યું છે કે, બજેટ સ્પીચ કેટલો સમય ચાલશે, એટલે કે ભાષણ કેટલા કલાક વાંચવામાં આવશે, તેની સંભાવના 1.30 કલાકથી 2 કલાકની વચ્ચે છે. જો કે, ભાષણ વાંચવાનો સમયગાળો પણ સામાન્ય સમય કરતાં લાંબો હોઈ શકે છે. વર્ષ 2020 માં, 2 કલાક 40 મિનિટ સુધી ચાલેલું બજેટ ભાષણ દેશના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ હતું.

આ પણ વાંચો : BUDGET 2022: કોવિડમાં નોકરી ગુમાવનારાને કોઈ રાહત અપાશે ખરી?

Next Article