જમ્મુ કાશ્મીરનાં બિજબેહરામાં આતંકવાદીઓનો પોલીસ પર હુમલો, એક હેડ કોન્સ્ટેબલનું મોત, સર્ચ ઓપરેશન શરૂ
પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ અલી મુહમ્મદ તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરવામાં આવી છે.

Jammu Kashmir: શનિવારે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લા(Anantnag District)ના બિજબેહરા વિસ્તારના હસન પોરા વિસ્તારમાં આતંકવાદીઓ(Terrorists)એ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ અલી મુહમ્મદ તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, શનિવારે જ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના મહારાજ બજાર વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ હજુ સુધી કોઈને ઈજા થઈ નથી.
J&K: Terrorists fired upon a policeman in Hassan Pora locality of Bijbehara area in Anantnag district of South Kashmir; policeman rushed to a hospital
Details awaited.
— ANI (@ANI) January 29, 2022
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ શ્રીનગરના મહારાજ બજાર ચોક વિસ્તારમાં સાંજે 5.30 વાગ્યે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને પોલીસકર્મીઓની ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલી રહી છે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોક ખાતે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થયા હતા.
ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. તે જ મહિનામાં, 16 જાન્યુઆરીએ, આતંકવાદીઓએ જૂના શ્રીનગર શહેરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સરાફ કદલ વિસ્તારમાં તૈનાત પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં J&Kમાં 1,033 આતંકી હુમલા
ગયા વર્ષે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી 2019માં સૌથી વધુ 594 બનાવો નોંધાયા હતા. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.