AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beating Retreat 2022: ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહ શરૂ, સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ રંગીન થશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ શરૂ થયો છે.

Beating Retreat 2022: 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ શરૂ, સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ રંગીન થશે
Beating the Retreat Ceremony 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:12 PM
Share

Beating Retreat 2022: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક(Vijay Chowk) ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહ શરૂ થયો છે. આ વખતે ‘બીટિંગ ધ રીટ્રીટ'((Beating the Retreat) સેરેમની ખૂબ જ ખાસ બની રહી છે. ખરેખર, આ વખતે પહેલીવાર 1000 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશને રંગીન કરવામાં આવશે. અહીં પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, માર્શલ મ્યુઝિકની ધૂન આ વર્ષની ઉજવણીની વિશેષતા છે.ભારતીય સેના, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના બેન્ડ્સ કુલ 26 ધૂન વગાડશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્વદેશી ડ્રોન વિશે કહ્યું કે, આ ગર્વની વાત છે કે બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન પહેલીવાર 1000 ડ્રોન આકાશમાં ચમકશે. બ્રિટન, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બનશે. મને એ જણાવતા પણ આનંદ થાય છે કે આ માટેનું સમગ્ર ભંડોળ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 6 મહિના સુધી આ (ડ્રોન) પર કામ કર્યું છે. 

તમામની નજર ડ્રોન શો પર રહેશે

આ વર્ષે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ (આઝાદી કા અમૃત મહોત્સવ) પણ ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં ઘણી નવી ધૂન જોડાઈ છે. આ ધૂનમાં ‘કેરળ’, ‘હિંદ કી સેના’ અને ‘એ મેરે વતન કે લોગ’નો સમાવેશ થાય છે. તે જ સમયે, ‘સારે જહાં સે અચ્છા…’ની લોકપ્રિય ધૂન સાથે કાર્યક્રમ સમાપ્ત થશે. સાથે જ તમામની નજર આ વખતે યોજાનાર ડ્રોન શો પર છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ વખતે ડ્રોન શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

પ્રોજેક્શન મેપિંગ શોનું પણ આયોજન કરવામાં આવશે

ડ્રોન શોનું આયોજન 1,000 સ્વદેશી ડ્રોન સાથે કરવામાં આવશે. આ દરમિયાન ડ્રોન સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વગાડવામાં આવશે. બીટીંગ ધ રીટ્રીટ સમારંભના સમાપન પહેલા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રોજેક્શન મેપીંગ શોનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ ઇવેન્ટ ત્રણથી ચાર મિનિટ સુધી ચાલશે અને શો ઉત્તર અને દક્ષિણ બ્લોકની દિવાલો પર પ્રદર્શિત થશે. અત્રે નોંધનીય છે કે ગણતંત્ર દિવસની પરેડની જેમ બીટીંગ ધ રીટ્રીટ સેરેમની માટે પણ ઈકો ફ્રેન્ડલી આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">