AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્જલા એકાદશીને શા માટે કહેવામાં આવે છે ભીમ એકાદશી, જાણો રોચક કથા

Nirjala Ekadashi 2023 date:નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. શ્રીહરિની કૃપા મેળવવા માટે નિર્જલા એકાદશીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે.

નિર્જલા એકાદશીને શા માટે કહેવામાં આવે છે ભીમ એકાદશી, જાણો રોચક કથા
Nirjala Ekadashi Vrat Katha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:57 PM
Share

Nirjala Ekadashi 2023 Vrat Katha: આવતીકાલે 31મી મે બુધવારે નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વખતે ભીમ એકદાશીનું વ્રત 31 મેના દિવસે રાખવામાં આવશે. નિર્જલા એકાદશી વ્રત દરમિયાન દિવસભર પાણીનું એક ટીપું પણ પીતું નથી, તેથી તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. તેને ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે.

નિર્જલા એકાદશી 2023 શુભ મુહૂર્ત

ભીમ એકદાશીનું વ્રત આ વખતે 31 મેના દિવસે રાખવામાં આવશે. એકાદશી તિથિનો પ્રારંભ 30 મે, મંગળવારે, 01:07 કલાકે થશે. જ્યારે તેની પૂર્ણાહુતિ 31 મે, બુધવારે, બપોરે 01:45 કલાકે થશે. ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત 31 મેના રોજ રાખવામાં આવશે. જ્યારે વ્રતના પારણાં 1 જૂન, ગુરુવારે, સવારે 05:24 થી 08:10 ની વચ્ચે કરી શકાશે. આ વખતે નિર્જળા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ યોગ સવિશેષ ફળદાયી મનાઇ રહ્યો છે.

આ પણ વાંચો : શુભ સંયોગ સાથે ભીમ અગિયારસ, વિવિધ પ્રકારના દાનથી શુભ ફળની થશે પ્રાપ્તિ !

ભીમ એકાદશી કથા

નિર્જલા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આની પાછળ એક દંતકથા છે. પાંડવપુત્ર ભીમ ભોજનના ખૂબ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા. ભગવાન કૃષ્ણએ પાંડવો અને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં.

આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યા છે, ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા. મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જલા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી 24 એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળશે. ત્યારથી નિર્જલા એકાદશી ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખાવા લાગી.

ભીમ એકાદશીમાં દાન આપવાનું મહત્વ

⦁ ભીમ એકાદશીના અવસર પર વ્રત, જપનો તો મહિમા છે જ. પરંતુ, આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે.

⦁ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે. કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી. એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ.

⦁ આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.

⦁ નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે.

⦁ નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">