AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study Room Vastu Tips: બાળકોનું સ્ટડી ટેબલ અને પુસ્તકો ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ? જાણો તમામ મહત્વના વાસ્તુ નિયમો

Study Room Vastu Tips: જો તમારા બાળકને ભણવામાં મન નથી લાગતું અથવા તે વારંવાર યાદ રાખેલી વસ્તુઓ ભૂલી જાય છે, તો તમે એકવાર વાસ્તુના આ અચૂક ઉપાયો અજમાવો.

Study Room Vastu Tips: બાળકોનું સ્ટડી ટેબલ અને પુસ્તકો ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ? જાણો તમામ મહત્વના વાસ્તુ નિયમો
Study Room Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 7:08 PM
Share

Study Room Vastu Tips: ઘણીવાર માતા-પિતા તેમના બાળકોના ભણતરને લઈને ચિંતિત હોય છે કે તેમને ભણવામાં મન નથી લાગતું, તો કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેમનું બાળક ભણે છે પણ તેને યાદ નથી રહેતું. જો તમારા બાળકને એકાગ્રતા અથવા વસ્તુઓ ભૂલી જવાની સમસ્યાઓ ચાલુ રહે છે, તો તમારે તમારા બાળકના સ્ટડી રૂમ અને સ્ટડી ટેબલને લગતી વાસ્તુ ખામીઓ પર નજર રાખવી જોઈએ. ચાલો જાણીએ બાળકોના અભ્યાસ રુમ સંબંધિત તે વાસ્તુ નિયમો વિશે, જેને અપનાવવાથી બાળકો અભ્યાસમાં રસ લે છે અને પરીક્ષામાં ઇચ્છિત સફળતા મેળવે છે.

  1. વાસ્તુ અનુસાર, અભ્યાસ ખંડમાં હિંસક અથવા દુઃખદ ચિત્રો અથવા મૂર્તિઓ મૂકવાને બદલે, ગણપતિ, મા સરસ્વતી અને મહાપુરુષોને લગતા પ્રેરણાત્મક ફોટા, પોસ્ટર વગેરે લગાવવા જોઈએ.
  2. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અભ્યાસ ખંડ હંમેશા ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. જો આવું ન હોય તો, જે રૂમને સ્ટડી રૂમ બનાવવામાં આવે છે તેમાં સ્ટડી ટેબલને આમાંથી કોઈપણ એક દિશામાં રાખો, જેમ કે ભણતા બાળકનું મોઢું હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ.
  3. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટડી ટેબલ ક્યારેય પણ દિવાલને અડીને ન હોવું જોઈએ. તથા ભણતી વખતે બાળકની પીઠ બારી કે દરવાજા તરફ ન હોવી જોઈએ.
  4. વાસ્તુ અનુસાર પુસ્તકોને ટેબલ પર ક્યારેય ખુલ્લું ન રાખવું જોઈએ અને વાંચ્યા પછી તેને બુકશેલ્ફમાં રાખવા જોઈએ. બુકશેલ્ફ ક્યારેય ખુલ્લી કે સ્ટડી ટેબલની ઉપર ન બનાવવી જોઈએ તથા જ્યાં પણ પુસ્તકો રાખવામાં આવે છે, તે જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ.
  5. જો તમારા બાળકને ભણવામાં મન ન લાગે તો સૌથી પહેલા તેના અભ્યાસના ટેબલ પરથી બિનજરૂરી વસ્તુઓ જેમ કે નકામા કાગળ, જૂના અખબારો વગેરે કાઢી નાખો. આમ કરવાથી, તમે તેના અભ્યાસમાં મોટો ફેરફાર જોશો.
  6. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંચન-લેખન માટે ઉપયોગમાં લેવાતા ટેબલને ક્યારેય ગંદુ રાખવું જોઈએ નહીં અને તેના પર ભોજન ન કરવું જોઈએ. સ્ટડી ટેબલ પર ભૂલથી પણ ખોટી વસ્તુઓ ન રાખવી જોઈએ.
  7. વાસ્તુ અનુસાર, નકામી અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુઓ જેવી કે અટકેલી ઘડિયાળ, તૂટેલા રમકડા વગેરેને બાળકોના અભ્યાસ ખંડમાં ક્યારેય ન રાખવો જોઈએ. એ જ રીતે બાળકોના રૂમમાં ટીવી, મ્યુઝિક સિસ્ટમ વગેરે ન રાખવા જોઈએ. આ તેમની એકાગ્રતામાં અવરોધ ઊભો કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">