AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ

લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:40 PM
Share

દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે. લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના (Vastushastra) ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો તમે આ ઉપાયો કરી શકો છો.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટેના ઉપાય ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વહેલી સવારે ઘરની સફાઈ કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા (Positive Energy) આવશે અને તમને ધનની પ્રાપ્તિ થશે. ઘરમાં અશોકનું વૃક્ષ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. અશોક વૃક્ષના મૂળનો એક નાનો ટુકડો ઘરના મંદિરમાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર તેને શુભ માનવામાં આવે છે.

સૂર્યોદય થાય ત્યારે તમારા ઘરની છત પર કાળા તલ મૂકો. તેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી ફ્લોર સાફ કરો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. જો પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો પૂજા રૂમમાં મંગળ યંત્ર રાખો. તેનાથી દંપતી વચ્ચે પ્રેમ વધશે અને મતભેદ દૂર થશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1. સૂતી વખતે તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશા તરફ માથું રાખવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને જ્યારે તમારું માથું દક્ષિણ તરફ હોય તો તેનાથી ઉંમર વધે છે.

2. તમારા ઘરમાં તુલસીનો (Tulsi) છોડ લગાવો. તુલસી હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો. ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસીના છોડને જળ ચઢાવો અને તેની પૂજા કરો. હંમેશા ધ્યાન રાખો કે તે સુકાઈ ન જાય.

3. ઘરમાંથી તૂટેલા ફર્નિચર, વાસણો, કાચ કે અન્ય કોઈપણ વસ્તુને તરત જ ફેંકી દો, કારણ કે તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે.

4. સવારે પૂજા કરતી વખતે હંમેશા શંખનાદ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

5. ગાયના છાણથી બનેલો દીવો પ્રગટાવો. આ પછી તેને ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે રાખો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Tuesday Remedies: કાર્યમાં સફળતા જોઈતી હોય તો મંગળવારે કરો આ કામ, તમામ અવરોધ થઈ જશે દૂર

આ પણ વાંચો : Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">