AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuesday Remedies: કાર્યમાં સફળતા જોઈતી હોય તો મંગળવારે કરો આ કામ, તમામ અવરોધ થઈ જશે દૂર

કેટલાંક એવાં કાર્યો પણ છે કે જે મંગળવારના દિવસે કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કહે છે કે મંગળવાર એ દેવું ચૂકવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે દેવું ચૂકવવાથી વ્યક્તિને ફરી ક્યારેય દેવું લેવાની જરૂર નથી પડતી !

Tuesday Remedies: કાર્યમાં સફળતા જોઈતી હોય તો મંગળવારે કરો આ કામ, તમામ અવરોધ થઈ જશે દૂર
સરળ વિધિથી ‘મંગલ'કૃપા !
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:33 AM
Share

મંગળવારનો (tuesday) દિવસ એ મંગળદેવતાને (lord mangal) સમર્પિત છે. તો સાથે જ તે ગજાનન ગણેશ (ganesha) અને હનુમાનજીની (hanuman) કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે. જે વ્યક્તિ તેના કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માંગતી હોય, તેણે મંગળવારનો ઉપવાસ ચોક્કસથી કરવો જોઈએ. એટલું જ નહીં, કેટલાંક એવાં કાર્યો પણ છે કે જે આ દિવસે કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો લૌકિક માન્યતામાં કેટલાંક એવાં કાર્યોનો પણ ઉલ્લેખ મળે છે કે જે મંગળવારે ભૂલથી પણ ન કરવા જોઈએ. આવો, આજે તે જ સંદર્ભે વાત કરીએ.

મંગળવારે શું ખાસ કરવું ? ⦁ મંગળવારે લાલ ચંદન કે ચમેલીના તેલમાં મિશ્રિત સિંદૂર હનુમાનજીને અર્પણ કરવું જોઈએ. અને સ્વયં પણ તેનું તિલક લગાવવું જોઈએ. ⦁ દક્ષિણ, પૂર્વ તેમજ અગ્નિ દિશામાં આજના દિવસે કરેલી યાત્રા ફળદાયી બને. ⦁ શસ્ત્ર અભ્યાસ, શોર્યનું કાર્ય, વિવાહનું શુભ કાર્ય કે કોર્ટ કચેરીના કાર્ય કરવા આજનો દિવસ શુભ મનાય છે. ⦁ વીજળી, અગ્નિ અને ધાતુઓ સાથે સંબંધિત વસ્તુઓનું ખરીદ વેચાણ આજના દિવસે કરી શકાય ⦁ મંગળવાર એ દેવું ચૂકવવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. કહે છે કે આ દિવસે દેવું ચૂકવવાથી ફરી ક્યારેય દેવું લેવાની જરૂર નથી પડતી. ⦁ મંગળવારની સાંજે લીમડાના ઝાડમાં જળ અર્પણ કરવું. ત્યારબાદ ચમેલીના તેલનો દિવો પ્રકટાવવો જોઇએ. આવું 11 મંગળવાર સુધી કરવું. જો શક્ય હોય તો આજના દિવસે લીમડાના ઝાડનું રોપન કરવું જોઈએ. ⦁ મંગળવારના દિવસે ઉપવાસ રાખીને હનુમાનજીની ઉપાસના કરવી જોઇએ. શક્ય બને તો હનુમાન મંદિરમાં જઇ નારિયેળ, સિંદૂર, ચમેલીનું તેલ, કેવડાનું અત્તર, ગુલાબના પુષ્પનો હાર, પાનના બીડા અને ગોળ ચણા અર્પણ કરવા અને સાથે પોતે ગોળ અને ચણા ગ્રહણ કરવા. ⦁ મંગળ ખરાબ હોય તો તે સ્થિતિમાં સફેદ રંગનો સુરમો આંખમાં લગાવવો જોઇએ. સફેદ ના મળે તો કાળા રંગનો સૂરમો લગાવી શકાય. ⦁ તલ અને ગોળથી બનેલી રેવડીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો અથવા ખાંડ, મસૂર અને વરિયાળીનું દાન કરો. ⦁ રોટલી બનાવતા પહેલા ગરમ તવા પર પાણીનાં છાંટા નાંખવા. ⦁ મીઠી રોટલી શ્વાનને ખવડાવવી અથવા લાલ ગાયને રોટલી ખવડાવવી. ⦁ ફોઇ કે બહેનને લાલ કપડાં દાન કરવા. ⦁ મંગળવારના દિવસે લાલ વસ્ત્ર, લાલ ફળ, લાલ ચંદન, લાલ પુષ્પ અને લાલ રંગની મીઠાઈ અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે ! ⦁ મંગળવારના દિવસે મંદિરમાં ધજા ચઢાવી આર્થિક સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઇએ. પાંચ મંગળવાર સુધી આ કાર્ય કરવાથી આર્થિક સમસ્યા દૂર થવાની માન્યતા છે. ⦁ મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ આ દિવસ એ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.

મંગળવારે શું ન કરવું જોઈએ ? ⦁ મંગળવારે મીઠું (નમક) અને ઘી ન ખાવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાય છે અને દરેક કાર્યોમાં વિધ્ન આવે છે ! ⦁ પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં આજના દિવસે યાત્રા ન કરવી ⦁ મંગળવારે માંસાહારથી બિલ્કુલ જ દૂર રહેવું. જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો જીવનમાં ખૂબ જ મોટા સંકટો આવે છે ! ⦁ મંગળવારના દિવસે કોઇને દેવું આપવું ન જોઇએ જો આવું થાય તો તે પૈસા ક્યારેય પાછા નથી આવતા ⦁ વ્યક્તિએ ક્યારેય તેના પરિવારજનો સાથે ઝઘડા ન કરવા જોઈએ. અને મંગળવારે તો ભૂલથી પણ આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

આ પણ વાંચો : શું તમે રસોઈ બનાવતા પહેલાં કરો છો આ કામ ? તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે અન્નના ભંડાર !

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">