Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે હનુમાનજીને આ રીતે અર્પણ કરી દો એક પાન, તમે સ્વપ્નેય નહીં વિચાર્યા હોય તેના ચમત્કારિક લાભ !

આજે હનુમાનજીનો (hanuman) જન્મદિવસ છે અને જન્મદિવસે ભગવાન સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. ત્યારે આજે તમારે વિશેષ કશું જ નથી કરવાનું. માત્ર નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં દર્શને જવાનું છે અને ત્યાં જઈને પ્રભુને પાનનું બીડું અર્પણ કરવાનું છે.

આજે હનુમાનજીને આ રીતે અર્પણ કરી દો એક પાન, તમે સ્વપ્નેય નહીં વિચાર્યા હોય તેના ચમત્કારિક લાભ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 06, 2023 | 6:43 AM

આજે ચૈત્રી પૂર્ણિમાનો દિવસ છે. સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામશે. ઘરોમાં રામચરિત માનસ, વાલ્મિકી રામાયણ, હનુમાન ચાલીસા વગેરેના પાઠ થશે. લોકો ઘરે જ પૂજન-અર્ચન દ્વારા પવનસુતની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પણ, શું તમે જાણો છો કે આસ્થાથી માત્ર એક પાન અર્પણ કરીને પણ તમે પવનપુત્રની કૃપાને પ્રાપ્ત કરી શકો છો ? એટલે કે, માત્ર શ્રદ્ધાથી પાનનું બીડું ધરાવીને પણ તમે હનુમાનજીની અપાર કૃપાને પ્રાપ્ત કરી શકો છો ! આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

આસ્થાથી અર્પણ કરો પાનનું બીડું

આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને જન્મદિવસે ભગવાન સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. ત્યારે આજે તમારે વિશેષ કશું જ નથી કરવાનું. માત્ર એક નાગરવેલનું પાન લો. તેના પર લવિંગ અને ઈલાયચી મૂકીને તેનું બીડું બનાવી દો. ત્યારબાદ નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં જઈને પ્રભુને આ પાનનું બીડું અર્પણ કરી દો. જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરમાં રહેલ હનુમાન પ્રતિમા સમક્ષ પણ તમે આ ઉપાય અજમાવી શકો છો. એટલે કે, આજે હનુમાન પૂજા બાદ તેમની છબી કે મૂર્તિ આગળ તમારે પાનનું બીડું મૂકવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વ્યક્તિની અનેક પરેશાનીઓને દૂર કરીને જીવનને સુખમય બનાવે છે.

1 પાન, ચમત્કારિક લાભ !

⦁ માન્યતા અનુસાર હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

⦁ માત્ર પાનનું એક બીડું વ્યક્તિને દરેક પ્રકારના સંકટોથી મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે.

⦁ હનુમાન જયંતી પર બજરંગબલીને પાનનું બીડું ધરાવવાથી વ્યક્તિના મનમાં રહેલો ભય દૂર થઈ જાય છે.

⦁ પાનનું બીડું અર્પણ કરવાથી આપના જીવનમાં દરેક પ્રકારના સુખના આગમનનો દ્વાર ખુલી જાય છે. એટલે કે, તમામ પ્રકારના સુખની આપને પ્રાપ્તિ થાય છે.

⦁ હનુમાન જયંતી પર પવનસુતને પાનનું બીડું અર્પણ કરવાથી ધન લાભ થાય છે તેમજ આપના ધનમાં વૃદ્ધિ થાય છે.

⦁ આસ્થાથી અર્પણ થયેલું પાનનું બીડું દરેક પ્રકારના શારીરિક રોગને નષ્ટ કરી દે છે. અને વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવે છે.

⦁ પાનનું એક બીડું પરિવારના કલેશ અને કંકાસને દૂર કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે !

⦁ એક માન્યતા અનુસાર હનુમાન જયંતીના અવસર પર બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી વ્યક્તિને આંતરિક અને બાહ્ય તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળી જાય છે.

⦁ પ્રભુને અર્પણ થતું પાનનું બીડું મનમાં શાંતિ ઉત્પન્ન કરે છે. તેમજ વ્યક્તિની અંદર ભક્તિભાવ જાગૃત કરીને તેને આધ્યાત્મ તરફ વાળે છે.

⦁ હનુમાન જયંતીના અવસર પર જ્યારે તમે દાદાને પાનનું બીડું અર્પણ કરો છો, તો તેનાથી શનિદોષ, શનિની સાડા સાતી તેમજ શનિની અઢી વર્ષની પનોતીની અશુભ અસરોથી પણ બચી શકાય છે.

⦁ પાનનું બીડું અર્પવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ પણ આપના જીવન પર નથી પડતો ! તે તમામ પ્રકારના ગ્રહદોષથી વ્યક્તિને રક્ષણ આપે છે.

⦁ હનુમાન જયંતીએ બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી નજર લાગવી કે નજરદોષ જેવી નકારાત્મક શક્તિઓથી પણ વ્યક્તિની રક્ષા થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">