હનુમાન જયંતીએ રાશિ અનુસાર કરી લો આ મંત્રનો જાપ, ચોક્કસપણે સર્વોત્તમ ફળની થશે પ્રાપ્તિ !

શાસ્ત્રોમાં હનુમંત કૃપાને પ્રાપ્ત કરવનારા અનેકવિધ મંત્રોનો ઉલ્લેખ મળે છે. અલબત્, આ મંત્રોનો જો રાશિ અનુસાર જાપ કરવામાં આવે તો તે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે, મંત્રજાપથી (mantra jaap) પ્રાપ્ત થનારું ફળ અનેકગણું વધી જાય છે !

હનુમાન જયંતીએ રાશિ અનુસાર કરી લો આ મંત્રનો જાપ, ચોક્કસપણે સર્વોત્તમ ફળની થશે પ્રાપ્તિ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 05, 2023 | 6:47 AM

ગુરુવારે સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ છે. અને આ તિથિએ જ હનુમાનજીનું અંજની માતાની કુખે પ્રાગટ્ય થયું હોવાની માન્યતા પ્રચલિત છે. કહે છે કે આ દિવસે જે સાધક આસ્થા સાથે હનુમાનજીની ઉપાસના કરી લે છે, તેમની સ્તુતિ કરી લે છે તેમજ મંત્રજાપ કરી લે છે, તેને અપાર સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, જીવનમાં આવનારા સંકટો પણ હનુમંત કૃપાથી આવતા પહેલાં જ ટળી જાય છે. ત્યારે આજે હનુમાનજીના કેટલાંક આવા જ સંકટહારી મંત્રો વિશે વાત કરવી છે.

ફળદાયી હનુમાન મંત્ર

કહે છે કે મંત્રમાં અપાર શક્તિ છે. જે ભક્ત આસ્થા સાથે મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેને ચોક્કસપણે શુભ ફળની પ્રાપ્તિ થાય જ છે. તો, શાસ્ત્રોમાં પણ હનુમંત કૃપાને પ્રાપ્ત કરવનારા અનેકવિધ મંત્રોનો ઉલ્લેખ મળે છે. અલબત્, આ મંત્રોનો જો રાશિ અનુસાર જાપ કરવામાં આવે તો તે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે, હનુમાન જયંતીએ જો કોઈ જાતક તેની રાશિ અનુસાર ખાસ હનુમાન મંત્રનો જાપ કરે છે, તો તેનાથી પ્રાપ્ત થનારું ફળ અનેકગણું વધી જાય છે ! આ પ્રભાવશાળી મંત્રો નીચે અનુસાર છે.

મેષ અને વૃશ્ચિર રાશિ

ૐ અં અંગારકાય નમ: ।

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

ધન, મીન, વૃષભ અને તુલા રાશિ

ૐ હં હનુમતે નમ: ।

મિથુન અને કન્યા રાશિ

અતુલિતબલધામં હેમશૈલાભદેહં, દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્ ।

સકલગુણનિધાનં વાનરાણામધીશં, રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ।।

કર્ક રાશિ

ૐ અંજનિસુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત ।

સિંહ રાશિ

ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ ।

મકર અને કુંભ રાશિ

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા ।

દરેક રાશિના જાતકો માટે લાભદાયી પાઠ !

હનુમાન જયંતીના દિવસે દરેક રાશિના જાતકોએ ઉપરોક્ત જણાવ્યા અનુસાર મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ હનુમાન ચાલીસા અને હનુમાન રક્ષા સ્તોત્રનું પઠન તો દરેક રાશિના જાતકો કરી શકે છે. હનુમાન કૃપાને પ્રાપ્ત કરવાનું આ શ્રેષ્ઠ માધ્યમ છે. સાથે જ જો શક્ય હોય તો 5 થી 21 વખત બજરંગ બાણનો પાઠ પણ જરૂરથી કરવો જોઈએ. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી સાધકના જીવનના દરેક સંકટો દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">