AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thursday Daan: ગુરુવારે આ દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે, સોનાની જેમ ચમકશે તમારૂ ભાગ્ય

દરેક મનુષ્ય ઈચ્છે છે કે જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન રહે. પરંતુ ઘણી વખત પ્રયત્નો પછી પણ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોએ ગુરુવારે ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ. તે પ્રસન્ન રહીને તમામ કામ પૂરા કરે છે. લગ્નથી લઈને ધંધામાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

Thursday Daan: ગુરુવારે આ દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે, સોનાની જેમ ચમકશે તમારૂ ભાગ્ય
Thursday Remedies
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:34 AM
Share

Lord Vishnu: હિંદુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે અને તે ગુરુ બ્રહસ્પતિનો દિવસ પણ છે. જો આ દિવસે ભગવાનના આશીર્વાદ વરસે તો જીવનના તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માંડના રક્ષક કહેવામાં આવે છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેની કૃપા જળવાઈ રહે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન રહે. પરંતુ ઘણી વખત પ્રયત્નો પછી પણ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોએ ગુરુવારે ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ. તે પ્રસન્ન રહીને તમામ કામ પૂરા કરે છે. લગ્નથી લઈને ધંધામાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

1. ગુરુવારે ગાયને કણકના લાડુ ખવડાવો. તેની સાથે જ કોઈ ગરીબ વ્યક્તિને કેળા, ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો.

2. ગુરુવારે બ્રાહ્મણોને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી અટકેલા કામ થવા લાગે છે.

3. લગ્નજીવનમાં સમસ્યા હોય તો ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

4. ગુરુવારે પીળા અનાજ જેવા કે ચણાની દાળ વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સુતેલું નસીબ જાગે છે.

5. ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં ઘડાનું દાન કરવામાં આવે તો જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

6. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો સોપારીમાં બે ગાંઠ હળદર નાખી ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પરેશાની દૂર થવા લાગશે.

7. ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેવડા અને કેસરનું દાન કરો, આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિ આપે છે.

8. ગુરુવારે ગુરુ બ્રહસ્પતિની પૂજા કરો અને તેમને પીળા ફળ અને મીઠાઈ અર્પણ કરો, આ ઉપાય કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે.

9. ગુરુવારે ભગવાન શ્રી હરિ અને મા લક્ષ્મીના મંદિરમાં કેરી ચઢાવવાથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને ઘર ખુશીઓથી ભરાઈ જાય છે.

10. ગુરુવારે ખાંડ અને દૂધનું દાન કરવું પણ શુભ છે. આ ઉપાયો કરવાથી રોજિંદા કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

11. ગુરુવારે કેસરવાળા ચોખા જરૂરતમંદોને દાન કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસવા લાગે છે અને ઘરમાં અન્ન-ધનની કમી નથી રહેતી.

આ પણ વાંચો : વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">