વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

વટ સાવિત્રી (Vat Savitri ) વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર તો ધારણ ન જ કરવા જોઈએ.

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !
Follow Us:
Hiral Nirala
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:01 AM

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન કુલ 12 પૂનમની તિથિ આવતી હોય છે. પણ, તે સૌમાં જેઠ સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. ગુજરાતમાં આ દિવસે જ વટ સાવિત્રી વ્રત રાખવાની પરંપરા છે. જે અનુસાર આ વર્ષે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવશે. ત્યારે આવો, જાણીએ કે આ વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે !

વટ સાવિત્રી વ્રતનો મહિમા

વટ સાવિત્રી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખતી હોય છે. તો આ વ્રતના શુભાશિષની સંતાન પ્રાપ્તિની માન્યતા પણ પ્રચલિત છે. 3 જૂન, 2023, શનિવારે સવારે 11:16 કલાકે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે. જે 4 જૂન, 2023 સવારે 09:11 કલાકે સમાપ્ત થશે. પૂર્ણિમાનો ચંદ્ર 3 જૂનના રોજ દેખાશે. અને તે દૃષ્ટિએ 3 જૂનના રોજ વ્રત રાખવાનું રહેશે.

વટ સાવિત્રી વ્રતમાં શું રાખશો ખાસ ધ્યાન ?

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ દિવસે સોળ શણગાર સજવાનું વિશેષ મહત્વ છે. એટલે, શણગાર માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લેવી જોઇએ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

⦁ વટ સાવિત્રી વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપે આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ. સાથે જ આવા રંગનો ચાંદલો કે બંગડી પણ ધારણ ન કરવી.

⦁ વટ સાવિત્રીએ નવવધુની જેમ સોળ શણગાર સજીને સ્ત્રીઓએ સર્વ પ્રથમ તેમના સાસુ સસરાના આશીર્વાદ લેવા જોઈએ. ઘરમાં જે પણ વડીલ છે તેમના શુભાશિષની પ્રાપ્તિ કરવી જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખતી હોય છે. ત્યારે એ જરૂરી છે કે વ્રતના દિવસે પોતાના જીવનસાથી સાથે કોઇપણ મુદ્દે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. પતિ-પત્નીએ એકબીજા સાથે સારું વર્તન રાખવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે કોઇપણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું જોઈએ. તથા કોઈની પણ સાથે છળકપટ ન કરવું. કારણ કે, આ વ્રત મન, વચન અને કર્મની શુદ્ધતા માટે કરવામાં આવે છે. મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવવાથી વ્યક્તિને તે વ્રતનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.

⦁ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">