AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ

શ્વાન આપને રંકથી રાજા બનાવી શકે છે ! શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો તમારાથી દૂર રહેશે. તમારા જીવનમાંથી દુશ્મનોનો ભય દૂર કરી તે તમને નિડર બનાવશે. તો, પક્ષીઓને ચણ નાંખવાથી તમને વ્યાપાર-નોકરીમાં લાભની પ્રાપ્તિ થશે.

Bhakti: કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ
કુંડળી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:51 AM
Share

જ્યોતિષ શાસ્ત્ર (Astrology))એક એવું શાસ્ત્ર છે કે જેમાં મનુષ્યને પોતાની દરેક મુસીબતોનું સમાધાન મળી શકે છે. તેમાં નાનાથી લઇને કેટલાક મોટા ઉપાયો બતાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કુંડળીમાં રહેલા દોષને પણ નાશ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આવો, આજે કેટલાંક એવાં સરળ ઉપાયો વિશે વાત કરીએ કે જે તમારા કુંડળીના દોષોને દૂર કરવામાં મદદરૂપ બનશે.

ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રના એવા કેટલાક સરળ ઉપાયો ⦁ દરરોજ ગાય, શ્વાન, કાગડા, પક્ષીઓ તેમજ કીડીઓને રોટલી ખવડાવવી જોઇએ. તેનાથી તમારા બગડેલા કાર્ય પૂર્ણ થવા લાગશે. તેના દ્વારા દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થશે. ⦁ ગાયમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે. ઘરની આસપાસ ગાય હોવાનો અર્થ એ છે કે તમે દરેક પ્રકારના સંકટોથી દૂર રહીને સુખપૂર્વક અને સમૃદ્ધિપૂર્ણ જીવન જીવી રહ્યા છો. ગાયને દરરોજ ભોજન કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ⦁ શ્વાન આપને રંકથી રાજા બનાવી શકે છે ! શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો તમારાથી દૂર રહેશે. શ્વાનને દરરોજ ભોજન આપવાથી તમારા જીવનમાંથી દુશ્મનોનો ભય દૂર થાય છે સાથે જ વ્યક્તિ નિડર પણ થઇ જાય છે. શ્વાનને ગળી રોટલી ખવડાવવી જોઇએ. ⦁ કાગડાને ભોજન કરાવવાથી દરેક પ્રકારના પિતૃદોષ તેમજ કાલસર્પ દોષ દૂર થઇ જાય છે. કાગડાને ભોજન કરાવવાથી અનિષ્ટ અને દુશ્મનોનો નાશ થાય છે. આના સિવાય શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પણ કાગડાઓને ભોજન કરાવો. ⦁ પક્ષીઓને ચણ નાંખવાથી વ્યાપાર-નોકરીમાં લાભ થાય છે સાથે જ ઘરમાં ખુશીઓની લહેર રહે છે અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. ⦁ કીડીઓને લોટની સાથે ખાંડ ભેળવીને કીડીયારું પૂરવાથી તમારા ઋણમાંથી એટલે કે દેવામાંથી તમને મુક્તિ મળે છે. ⦁ માછલીઓને ખવડાવવાથી વ્યક્તિની સમૃદ્ધિમાં સતત વૃદ્ધિ થતી જાય છે. ⦁ સમાજમાં માન સન્માન મેળવવા માટે કબૂતરોને રોજ ચણ નાંખવું જોઇએ. આ માટે શુક્રવારે બાજરી ખરીદીને શનિવારથી કબૂતરોને ચણ નાંખવાનું શરૂ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જાણો ભગવદ્ ગીતાના એ ઉપદેશ કે જે તમને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવી દેશે !

આ પણ વાંચો : મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">