Bhakti: જાણો ભગવદ્ ગીતાના એ ઉપદેશ કે જે તમને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવી દેશે !

સમગ્ર વિશ્વમાં કોઇપણ ગ્રંથની જયંતી નથી ઉજવાતી. ભગવદ્ ગીતા જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. ગીતાના કેટલાંક ઉપદેશનું પાલન કરવાથી વ્યક્તિને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Bhakti: જાણો ભગવદ્ ગીતાના એ ઉપદેશ કે જે તમને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવી દેશે !
ગીતાજ્ઞાન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:29 AM

ભગવદ્ ગીતા (Bhagavad Gita) દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનના મનમાં મહાભારત યુદ્ધ દરમિયાન ઉત્પન્ન થયેલ ભ્રમને દૂર કરતા જીવનમાં સુખી અને સફળ બનવાના ઉપદેશ આપ્યા હતા. પૌરાણિક માન્યતા અનુસાર મોક્ષદા એકાદશીની તિથિ પર જ દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. આ કારણે દર વર્ષે માગશર મહિનાની શુકલ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં કોઇપણ ગ્રંથની જયંતી નથી ઉજવાતી. આ જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.

ગીતા ઉપદેશમાં મોહનો ક્ષય થવાની કે તેના પૂર્ણ થવાની વાત કહેવામાં આવી છે. એટલે આ દિવસે આવતી એકાદશીને મોક્ષદા કહે છે. એકાદશી અને ગીતા જયંતી એક જ દિવસે આવવાના કારણે આ તિથિ ઉપર આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરતા કરતા તમે દરેક મોહમાંથી મુક્તિની કામના કરી શકો છો. સાથે સૌથી મહત્વનું છે કે ગીતા જયંતીએ તમે ગીતા પઠન કરીને પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો. એટલું જ નહીં, ગીતાના કેટલાંક ઉપદેશનું પાલન કરવાથી વ્યક્તિને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવો કેટલાંક તેવાં ઉપદેશ જાણીએ.

ચિંતાનો ત્યાગ કરો ગીતાના ઉપદેશમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્યારેય વ્યક્તિએ વ્યર્થ ચિંતા ન કરવી જોઇએ. દરેક વ્યકિતને એક દિવસ તો મૃત્યુ આવવાનું જ છે. આત્મા ન તો જન્મ લે છે ન તો મૃત્યુ પામે છે. આત્મા અમર છે. એટલે વ્યર્થની ચિંતાથી મુક્ત થઇને કર્મના રસ્તે આગળ વધવું જોઇએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ક્રોધ પર નિયંત્રણ કરો ક્રોધ કરવાથી દરેક પ્રકારના કાર્ય બગડે છે. ગીતાના ઉપદેશમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા સમજાવતા કહે છે કે ક્રોધ કરવાથી વ્યક્તિના પતનનો આરંભ થઇ જાય છે. ક્રોધ કરવાથી ભ્રમની સ્થિતિ સર્જાય છે. ક્રોધ કરવાથી વ્યક્તિ સારા અને ખરાબ પરિણામમાં ફર્ક કરવાનું ભૂલી જાય છે. જેના કારણે મનુષ્યની તર્ક શક્તિ ક્ષીણ થઇ જાય છે અને તે પોતાના નૈતિક પતનની રાહ પર આગળ વધવા લાગે છે ! એટલે સૌથી જરૂરી છે ક્રોધનો ત્યાગ કરો.

મન પર નિયંત્રણ રાખો ગીતા ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખે એટલે કે મનને પોતાના કાબૂમાં લેતા શીખી લે તો દરેક પ્રકારની મુસીબતો સામે તે આરામથી લડી શકે છે. એટલે મનુષ્યએ દરેક સમય અને સંજોગોમાં પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઇએ.

કર્મ કરતા રહો ગીતામાં ઉપદેશ આપતાં ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યએ જ્ઞાન અને કર્મને એક સમાન રાખવા જોઇએ. કર્મ કરતા સમયે ક્યારેય ફળની ચિંતા ન કરવી જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પરમાત્માની પરમકૃપાને પ્રાપ્ત કરાવશે ગીતાજયંતીનો રૂડો અવસર, જાણો વ્રતની ફળદાયી વિધિ

આ પણ વાંચો : મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

g clip-path="url(#clip0_868_265)">