ભીમ એકાદશી પર કરેલી આ ભૂલ મુશ્કેલી સર્જી શકે છે ! જાણો આ દિવસે શું ભૂલથી પણ ન કરવું જોઈએ ?
ભીમ એકાદશીનું (bhima ekadashi) વ્રત ખૂબ જ અઘરું છે. જો તમે આ દિવસે વ્રત નથી કરી શકતા, તો વાંધો નહીં. પણ, આ દિવસે કેટલાક કાર્ય એવાં છે કે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે આ કાર્ય કરી લો છો, તો તમારે પણ પસ્તાવાનો વારો આવી શકે છે. અને જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ભીમ અગિયારસના વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જેઠ સુદ એકાદશીની આ તિથિ એ વર્ષની સૌથી મોટી અગિયારસ મનાય છે. આ વખતે, 31 મે, બુધવારના રોજ ભીમ અગિયારસ છે. શાસ્ત્રોમાં આ દિવસે કેટલાંક કાર્યો કરવાનો નિષેધ દર્શાવવામાં આવ્યો છે. જો આપ ભૂલમાં પણ આ વસ્તુઓ ભીમ અગિયારસે કરી લો છો, તો આપને પસ્તાવાનો વારો આવી શકે છે. આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
ભીમ એકાદશીના વ્રતમાં ઉપવાસનો તો મહિમા છે જ. પણ, નિર્જળા એકાદશી તરીકે ઓળખાતા આ વ્રતમાં પાણી ગ્રહણ કરવાનો પણ નિષેધ છે. એટલે કે, આ વ્રત ખૂબ જ અઘરું છે. જો તમે આ દિવસે વ્રત નથી કરી શકતા, તો વાંધો નહીં. પણ, સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે કેટલાક કાર્ય એવાં છે કે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે આ કાર્ય કરી લો છો, તો તમારે પણ પસ્તાવાનો વારો આવી શકે છે. અને જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવો, જાણીએ કે આ દિવસે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ !
સ્નાન જરૂરથી કરવું
કેટલાક લોકોની આદત હોય છે કે ક્યારેક ક્યારેક તેઓ આળસના કારણે નહાવાનું ટાળી દેતા હોય છે. પરંતુ, ભીમ એકાદશી એ તો ખૂબ જ પવિત્ર દિવસ છે. એટલે, આજના દિવસે સ્નાન ન કરવાથી આપે ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. એટલે આજના દિવસે સ્નાન જરૂરથી કરવું જોઈએ.
કોઈને નિરાશ ન કરો !
ભીમ અગિયારસ એ પુણ્યને અર્જીત કરવાનો અવસર છે. આમ તો આ દિવસે જળનું એટલે કે પાણીનું દાન કરવાનો મહિમા છે. તો, ઘણાં લોકો વિવિધ વસ્તુઓનું પણ આ દિવસે દાન કરતા હોય છે. પરંતુ, કેટલાક લોકો એવા પણ છે કે જેઓ આજના દિવસે ઘરે આવેલ ભિક્ષુકને ખાલી હાથે ઘરેથી પાછા કાઢે છે ! આજના દિવસે ભૂલમાં પણ આવું કાર્ય ન કરવું જોઈએ. ભીમ અગિયારસે માત્ર વ્રતનું જ નહીં, દાન કરવાનું પણ મહત્વ છે. જો આપ આજના દિવસે દાન કરવા ન જઇ શકો તો કંઇ નહીં, પણ એટલું જરૂર યાદ રાખો કે ઘરે આવેલ કોઈ ભિક્ષુકને ખાલી હાથે ક્યારેય પાછા ન મોકલતા.
ચોખાનું સેવન ન કરવું જોઈએ
આમ તો એકાદશીના અવસર પર વ્રત કરવાનો મહિમા છે. પરંતુ, જો તમે વ્રત કરી શકો તેમ ન હોવ, તો પણ આ દિવસે ચોખા આરોગવાનો શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. કહે છે કે એકાદશીએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. અને ભીમ અગિયારસ તો વર્ષની સૌથી મોટી અગિયારસ છે. કહેવાય છે કે જો આજના દિવસે તમે ચોખાનું સેવન કરો છો, તો આપને દેવતાના ક્રોધનો ભોગ બનવું પડશે. કેટલીક વાર લોકો અજાણતા પણ આ ભૂલ કરી બેસે છે. આખરે, તેમને પણ શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)