‘રેલ’થી રામકથા! મોરારીબાપુની સૌથી અનોખી રામકથા, જાણો કથાનો સંપૂર્ણ કાર્યક્રમ
લગભગ 19 વર્ષે અધિક શ્રાવણનો શુભ સંયોગ સર્જાયો છે ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાના રસપાનનો ભક્તોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા છે. જે બાર જ્યોતિર્લિંગના સ્થળો પર થઈ રહી છે.
હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેમાં મહાદેવ (Lord Shiv) અને શ્રીવિષ્ણુ (Lord Vishnu) બંન્નેની આરાધનાનું માહાત્મ્ય છે. ત્યારે આ અત્યંત ફળદાયી માસમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ દ્વારા 12 જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું આયોજન થયું છે. આ “12 જ્યોતિર્લિંગ રામકથા” એ સૌથી અનોખી યાત્રા બની રહેશે. કારણ કે સંપૂર્ણ યાત્રા ટ્રેનના માધ્યમથી થશે અને તેના માટે બે વિશેષ ટ્રેઈનની પણ વ્યવસ્થા પણ કરાઈ છે. આખરે, શું છે રેલથી રામકથાનો આ સંપૂર્ણ કાર્યક્રમ ? આવો તે વિશે વિગતે માહિતી મેળવીએ.
પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા
લગભગ 19 વર્ષે અધિક શ્રાવણનો શુભ સંયોગ સર્જાયો છે ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાના રસપાનનો ભક્તોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા છે. જે બાર જ્યોતિર્લિંગના સ્થળો પર થઈ રહી છે. લગભગ 19 દિવસની યાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ છે.
જેમાં દરેક જ્યોતિર્લિંગના સાનિધ્યે એક દિવસ રામકથા થશે. ખાસ વાત એ છે કે આ કથામાં જોડાનાર ભાવિકોને દ્વાદશ જ્યોતિર્લિંગના, જગન્નાથપુરી, રામેશ્વરમ્ અને દ્વારકા જેવાં 3 મહાધામના તેમજ તિરુપતિ બાલાજીના દર્શનનો લહાવો પણ મળશે.
કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ
રસપ્રદ વાત એ છે કે કેદારનાથમાં આ કથાના પ્રારંભ બાદ સંપૂર્ણ યાત્રા રેલવે માર્ગે થઈ રહી છે. આ માટે કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. આ ટ્રેનોને દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય મંદિરો, તિરુપતિ બાલાજી મંદિર અને મોરારીબાપુના ગામ તલગાજરડાના દૃશ્યોથી સજાવાઈ છે. આ ખાસ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લેશે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થશે અને લગભગ 12 હજાર કીલોમીટરનું અંતર કાપી ભક્તો રામકથાનો આનંદ લેશે.
આ પણ વાંચો : ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !
આ રામકથાનો આરંભ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથથી થયો છે અને તેની પૂર્ણાહુતિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં થશે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગથી જ યાત્રાનો પ્રારંભ કેમ નહીં ? તે અંગે પ્રશ્ન પૂછાતા મોરારીબાપુએ સુંદર જવાબ આપ્યો હતો. એટલે કે અધિક શ્રાવણ જેવાં પવિત્ર માસમાં શિવજીના સાનિધ્યે દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું શ્રવણ કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરશે અને સાથે જ ‘રેલ’થી રામકથાનો આનંદ પણ લેશે.