Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ
Somnath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:15 AM

Gir Somnath : સોમનાથ (Somnath ) પ્રભાસ તીર્થની ભૂમિ કે જે દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજથી પવિત્ર બની છે. જ્યાં વિષ્ણુ ભગવાનના અવતાર પ્રભુ શ્રીરામ અને ભગવાન પરશુરામ પધાર્યા હતા. જેથી જ આ ભૂમિને હરી એટલે કે ભગવાન વિષ્ણુ અને હર એટલે કે ભગવાન શિવનું સંગમ સ્થાન હરિહર તીર્થ કેહવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath: અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Somnath

Somnath

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે ગીતાજી પૂજન સાથે પુરુષોત્તમ માસનો પ્રારંભ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે સવારે ગીતા મંદિર ખાતે ગીતાજીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજીનું પઠન કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતામંદિર ખાતે ધ્વજા પૂજન કરી નૂતન ધ્વજા રોપણ કરવામાં આવશે.

Somnath

Somnath

ગીતાજીના પાઠ, શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે સમગ્ર અધિક માસ દરમિયાન સવારે 8:00 વાગ્યે ઋષિ કુમારો દ્વારા ગીતાજીના પાઠ અને સંધ્યા સમયે 5:30 થી 7:00 સુધી ભાવિકોને શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સાંભળવાનો લાભ મળશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધિક માસ દરમિયાન ગોલોકધામ તીર્થમાં આવનાર ભાવિકોના પ્રવાહને ધ્યાને લઇને પરિસરમાં ગ્રીનકાર્પેટ, સિટિંગ બેન્ચ સહિતની સુલભ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(With Input : Yogesh Joshi, Gir Somnath)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">