AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી

વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે, પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે.

દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી
Rajkot: Celebration of 141st Punyatithi of Sant Shiromani Jalaram Bapa of Virpur
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 1:44 PM
Share

સૌરાષ્ટ્રના રાજકોટ (Rajkot) જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (Virpur)કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાનું (Sant Shiromani Jalaram Bapa)મંદિર આવેલ છે, દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે, પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૦ વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે, પૂજ્ય સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા.

વીરપુરના વેપારીઓએ બંધ પાળી ઉજવણી કરશે

ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ (Punyatithi)તરીકે મનાવાય છે. આજે મહાવદ દશમીને ૨૬ ફેબ્રુઆરીને શનિવાર હોવાથી ઉજવણી કરાઇ. પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે,

અન્નક્ષેત્રમાં ભક્તોને મહાપ્રસાદ અપાશે

વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે, પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે. તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે.

આજે પણ અન્નક્ષેત્રનું આ રહસ્ય અકબંધ છે

જલારામબાપાના પ્રપૌત્ર જયસુખરામ બાપાએ 22 વર્ષ પહેલાં મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યાં વગર પણ 22 વર્ષથી સદાવ્રત ચાલે છે. વર્ષે જલારામબાપાના સદાવ્રતમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ હજી સુધી સદાવ્રતના અન્નના ભંડારમાં ક્યારેય ઊણપ આવી નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે ત્યારે ભોજન સામગ્રી ક્યાંથી આવી રહી છે એ આજે પણ એક રહસ્ય છે.

આજે વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે,પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે.

આ પણ વાંચો : યુક્રેનમાં પોરબંદરના 4 વિદ્યાર્થી ફસાયા, અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો લીધો

આ પણ વાંચો : Devbhoomi Dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા, સૌ-પ્રથમ દ્વારકાધીશના દર્શન કર્યા

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">