AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October Panchak 2022 : આજથી પંચક શરૂ થઈ રહ્યું છે, આ સમય દરમિયાન આ કામ કરવાનું ભૂલશો નહીં

October Panchak 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે ઓક્ટોબરમાં પંચક આજથી એટલે કે 06 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલે છે.

October Panchak 2022 : આજથી પંચક શરૂ થઈ રહ્યું છે, આ સમય દરમિયાન આ કામ કરવાનું ભૂલશો નહીં
Panchak
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 4:34 PM
Share

October Panchak 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ શુભ કાર્યના મુહૂર્ત જાણવા માટે પંચાંગની જરૂર છે. વિવિધ પ્રકારના વાર, તિથિ, નક્ષત્ર, કરણ અને યોગ વિશેની માહિતી પંચાંગ દ્વારા જ મળે છે. આ પંચાંગ હેઠળ મુહૂર્તનું ધ્યાન કરતી વખતે આપણે પંચકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે મુહૂર્ત શાસ્ત્રમાં પંચકનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે ઓક્ટોબરમાં પંચક આજથી એટલે કે 06 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલે છે. ચાલો જાણીએ પંચક વિશે.

પંચકનો સમયગાળો

હિન્દુ કેલેન્ડર મુજબ, પંચક 06 ઓક્ટોબરના રોજ સવારે 08:26 થી શરૂ થયું છે અને સોમવાર, 10 ઓક્ટોબર, સાંજે 04:03 વાગ્યે સમાપ્ત થશે.

પંચક દરમિયાન ન કરવા જેવી બાબતો

1. ખાસ કરીને દક્ષિણ દિશામાં મુસાફરી કરવી વર્જિત માનવામાં આવે છે. 2. આ સમયે પલંગ બનાવડાવો અથવા તેનુ સમારકામ અશુભ માનવામાં આવે છે. 3. સાથે જ જો તમારું ઘર બની રહ્યું હોય તો પંચકના સમયમાં ઘરની છત ન બનાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધન અને સંપત્તિની હાનિ થઈ શકે છે. 4. આ સિવાય પંચક દરમિયાન લાકડા, કે અન્ય પ્રકારનું બળતણ સંગ્રહિત ન કરવું જોઈએ. 5. પંચક દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો મૃતદેહ સાથે લોટ અથવા દર્ભના પાંચ પૂતળા રાખવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પંચક દોષ સમાપ્ત થાય છે.

પંચક દરમિયાન કરવાના કાર્યો

પંચક દરમિયાન થતા નક્ષત્રોમાં કેટલાક વિશેષ યોગ પણ બને છે. જેમ કે ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર દરમિયાન પ્રવાસ, મુંડનકામ વગેરે માટે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર મુજબની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. જો કે પંચકને આપણે અશુભ કહીએ છીએ, પંચક દરમિયાન અન્ય શુભ કાર્યો જેવા કે સગાઈ, લગ્ન વગેરે શુભ કાર્યો પણ થઈ શકે છે.

પંચકના પ્રકાર

રોગ પંચક: જે પંચક રવિવારે શરૂ થાય છે તેને રોગ પંચક કહેવાય છે. તેનો એવો પ્રભાવ હોય છે કે વ્યક્તિ પાંચ દિવસ સુધી રોગ અને શારીરિક-માનસિક તકલીફોથી ઘેરાયેલો રહે છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી.

રાજ પંચક: જે પંચક સોમવારે શરૂ થાય છે તેને રાજ પંચક કહેવાય છે.આ પંચકને શુભ માનવામાં આવે છે. આ પંચકના પ્રભાવથી વ્યક્તિને સરકારી કામોમાં સફળતા મળે છે. સંપતિથી જોડાયેલા દરેક કામો માટે આ સમય શુભ માનવામાં આવે છે.

અગ્નિ પંચક: જે પંચક મંગળવારથી શરૂ થાય છે તેને અગ્નિ પંચક કહેવાય છે. આ સમય દરમ્યાન કોર્ટ-કચેરી તેમજ વિવાદ સબંધી કોઇ પણ કાર્યો કરવામાં આવે છે. આ પંચક અશુભ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ નિર્માણ સબંધી અને ઓજાર કે મશીનરી સબંધી કાર્યો ના કરવા જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. આ જ નિયમ ગુરુવાર પંચકને પણ લાગુ પડે છે.

મૃત્યુ પંચક: જે પંચક શુક્રવારે શરૂ થાય છે તેને ચોર પંચક કહેવાય છે. આ પંચકમાં યાત્રા કરવાની મનાઈ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની લેણ -દેણ, વેપાર તેમજ કોઈ પણ પ્રકારના સોદા કરવા જોઈએ નહીં.

વાર પ્રમાણે પંચક

– રવિવારે શરૂ થતા પંચકને રોગ પંચક કહેવામાં આવે છે. – સોમવારના પંચકને રાજ પંચક કહેવામાં આવે છે. – મંગળવારથી શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેવાય છે. – બુધવાર અને ગુરુવારે શરૂ થતા પંચકનો નિર્દોષ પંચક કહેવામાં આવે છે. – શુક્રવારના પંચકને ચોર પંચક કહેવામાં આવે છે. – શનિવારે શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.

Follow Us
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
g clip-path="url(#clip0_868_265)">