ના, કોઈ જ તોડફોડ કરાવવાની જરૂર નથી ! વાસ્તુદોષથી સર્જાતી સમસ્યાને દૂર કરશે આ અદભુત વસ્તુઓ !

આવો, જાણીએ કે એક ક્રિસ્ટલ બોલ કેવી રીતે તમને આર્થિક લાભની પ્રાપ્તિ કરાવી શકે છે ! અને તમારી જ તસવીર કે એક વિન્ડ ચાઈમ કેવી રીતે તમારા ઘરને ખુશીઓથી (Happiness) ભરી શકે છે !

ના, કોઈ જ તોડફોડ કરાવવાની જરૂર નથી ! વાસ્તુદોષથી સર્જાતી સમસ્યાને દૂર કરશે આ અદભુત વસ્તુઓ !
Cristal ball
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 11, 2023 | 9:56 AM

વ્યક્તિનું ઘર અને તેની કામ કરવાની જગ્યા જો સકારાત્મક ઊર્જાથી ભરેલી હોય તો તે વ્યક્તિના જીવન ઉપર પણ સકારાત્મક અસર પાડે છે. અને તે વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરે છે. પરંતુ, તેનાથી વિપરીત જો આ સ્થળ વાસ્તુ શાસ્ત્રને અનુરૂપ ન હોય અથવા તો નકારાત્મક ઊર્જાથી ભરેલું હોય તો તે આપના જીવનમાં અનેક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે !

જો, તમે પણ આવા જ કોઈ ઘરમાં રહેતા હોવ તો તેમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. પરંતુ, આ માટે તમારે કોઈ નવીન બાંધકામ કે તોડફોડ કરાવવાની જરૂર નથી. અત્યંત સરળ વાસ્તુ ઉપાયોને અજમાવીને તમે વાસ્તુદોષમાંથી તો મુક્તિ મેળવી જ શકો છો. સાથે જ, તમારા જીવનને પણ વ્યવસ્થિત કરી શકો છો ! આવો, જાણીએ કે એક ક્રિસ્ટલ બોલ કેવી રીતે તમને આર્થિક લાભની પ્રાપ્તિ કરાવી શકે છે ! અને તમારી જ તસવીર કે એક વિન્ડ ચાઈમ કેવી રીતે તમારા ઘરને ખુશીઓથી ભરી શકે છે !

પરિવારના ફોટા કે ચિત્ર લગાવો

એક ઘરને ઘર ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં સંપૂર્ણ પરિવાર રહેતો હોય. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડ્રોઇંગ રૂમમાં પરિવારનો એક મોટો ફોટો લગાવવો જોઈએ. તેના કારણે પરિવારના સભ્યો વચ્ચેનું બંધન મજબૂત રહે છે !

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઘરની આ દિવાલ પર લગાવો દેવતાનું ચિત્ર !

જ્યારે કોઇ આપના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે તેમની નજર સૌપ્રથમ આપના ઘરની જે દિવાલ પર પડે, ત્યાં આપના આરાધ્ય દેવતાનો ફોટો કે ચિત્ર લગાવો. દેવતાનો ફોટો એ દિવાલ પર લગાવવો સૌથી શ્રેષ્ઠ ગણાશે ! તે મુખ્યદ્વારની એકદમ સામેની દીવાલ હોવી જોઈએ. યાદ રાખો, કે આ જગ્યાને ખાલી રાખવી આપના માટે આર્થિક સમસ્યામાં વધારો કરી શકે છે ! તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનું સ્વાગત કરવા માટે આ સ્થાન પર એક પેઇન્ટિંગ જરૂરથી લગાવવું જોઈએ.

સમુદ્રી મીઠાનો ઉપયોગ કરો

આ વાસ્તુ શાસ્ત્રની સૌથી સરળ યુક્તિ છે. તમારે બસ, પોતાના ઘરમાં અને ઘરની આસપાસમાં માત્ર સમુદ્રી મીઠાનો છંટકાવ જ કરવાનો છે ! સાથે જ ઘરમાં પોતા કરવા માટે પાણીમાં આ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં આખું મીઠું રાખવાથી પણ નકારાત્મક ઊર્જામાંથી છૂટકારો મળે છે. સમુદ્રી મીઠાના વાસ્તુ સંબંધી આ નાના ઉપાયો અજમાવીને તમે આપના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકો છો.

વિન્ડ ચાઇમ લગાવો

મોટાભાગે વિન્ડ ચાઇમને ડેકોરેશનની વસ્તુના રૂપમાં જોવામાં આવે છે. જો કે, ઘરના વાસ્તુની વાત આવે ત્યારે આ વિન્ડ ચાઇમ આપના ઘરને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે ! એટલે કે, જો વિન્ડ ચાઇમને યોગ્ય રીતે લગાવવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઊર્જા લઈને આવે છે. વાસ્તુદોષની સમસ્યાનો સામનો કરનાર લોકોએ વિન્ડ ચાઇમ ખરીદીને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવું જોઇએ. તમારા દ્વારા ખરીદવામાં આવેલ વિન્ડ ચાઇમમાં 6 કે 8 લાઇન હોવી જોઇએ. પ્રવેશદ્વાર પર વિન્ડ ચાઇમ લગાવવાને કારણે નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી.

પોઝિટીવ ક્રિસ્ટલ બોલ !

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસની અંદર ક્રિસ્ટલ બોલ્સ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ક્રિસ્ટલ બોલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને તમારા ઘરને નકારાત્કમતાથી તેમજ દુર્ભાગ્યથી બચાવે છે ! સાથે જ તે ખૂબ જ સુંદર પણ હોય છે. સારા સંબંધો જાળવી રાખવા માટે ગુલાબી રંગનો ક્રિસ્ટલ બોલ, સારી આર્થિક સ્થિતિ માટે નારંગી રંગનો ક્રિસ્ટલ બોલ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે લાલ રંગનો ક્રિસ્ટલ બોલ ઘરમાં રાખવો જોઈએ.

કપૂરનો પ્રયોગ !

જો તમે વાસ્તુદોષ નિવારણના સૌથી સારા ઉપાયની શોધમાં હોવ તો તમારે તમારા ઘરના અલગ અલગ સ્થાન પર કપૂર મૂકવું જોઈએ. મોટા આર્થિક નુકસાનથી બચવા કે પ્રગતિમાં આવતા અવરોધોનો સામનો કરવા માટે ઘરમાં બે સ્થાન પર ક્રિસ્ટલ બાઉલમાં કપૂર રાખવા જોઈએ. આ કપૂરના બોલ મુરઝાઈ જાય પછી તેને બદલી દેવા જોઇએ. નકારાત્મકતાને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે આ કપૂર !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">