Navratri Day 3 : નવરાત્રિનો ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો પૂજા વિધી અને મંત્ર

આજે નવરાત્રીનું ત્રીજુ નોરતું છે,આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે.

Navratri Day 3 : નવરાત્રિનો ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો પૂજા વિધી અને  મંત્ર
Maa Chandraghanta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 7:00 AM

આજે શારદીય નવરાત્રીનું ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિત્વમાં ત્યાગ, નૈતિકતા અને સંયમ વધે છે.

મા ચંદ્રઘંટાનું સ્વરૂપ

દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. તેના કપાળ અર્ધચંદ્રાકાર છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. 10-ભૂજાવાળી દેવી દરેક હાથમાં અલગ-અલગ શસ્ત્રો છે. સફેદ ફૂલોની માળા તેના ગળાનો શણગાર છે.સિંહ તેમનું વાહન છે. જે કોઇ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે.

માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ

તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે.તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો : Navratri 2nd Day: આજે બીજું નોરતું, મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા,વિધિ અને મંત્રો

ઉપાસના

માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચઢાવો. માતાને સફેદ કમળ, લાલ હિબિસ્કસ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો. આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે  નમ્રતા વધે છે.

મંત્ર

“या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।”

पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

બીજ મંત્ર

ऐं श्रीं शक्तयै नम:।

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">