Navratri 2023 : શારદીય નવરાત્રીના અજમાવો આ ઉપાય, વધશે સૌભાગ્ય, બની જશે બગડેલા કામ

Shardiya Navratri 2023: નવરાત્રીના નવ દિવસ જપ અને તપસ્યા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક તંગી અને ધનની અછત જેવી તમામ સમસ્યાઓ દૂર કરે છે. 9 દિવસનો આ ઉત્સવમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને સાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન સફળતા, ઉન્નતિ અને પ્રગતિ માટે કરવામાં આવેલા વિશેષ ઉપાયોથી ઝડપથી ફળ મળે છે

Navratri 2023 : શારદીય નવરાત્રીના અજમાવો આ ઉપાય, વધશે સૌભાગ્ય, બની જશે બગડેલા કામ
Navratri 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 2:13 PM

Shardiya Navratri 2023: શારદીય નવરાત્રી મા દુર્ગાને સમર્પિત છે, આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર 2023 શરૂના થશે અને 24 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.નવરાત્રિના આ નવ દિવસ માતાજીના નવ સ્વરૂપની પૂજા થાય છે, નવરાત્રિના આ તહેવાર માતાજીની આરાધના અને પુજાને સમર્પિત છે.આ 9 દિવસોમાં પૂજા અને ઉપવાસના કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

નવરાત્રીના નવ દિવસ જપ અને તપસ્યા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક તંગી અને ધનની અછત જેવી તમામ સમસ્યાઓ દૂર કરે છે. 9 દિવસનો આ ઉત્સવમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને સાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન સફળતા, ઉન્નતિ અને પ્રગતિ માટે કરવામાં આવેલા વિશેષ ઉપાયોથી ઝડપથી ફળ મળે છે.

આ પણ વાંચો : Earthquake in Afghanistan: ભૂકંપથી અફઘાનિસ્તાનમાં મોટી તબાહી, 2000થી વધુ લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ઇચ્છિત વર મેળવવા માટે

નવરાત્રીની તૃતીયા, પંચમી, સપ્તમી અને નવમીના દિવસે તમારા શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને જળ અને દૂધ ચઢાવો, મંદિરમાં બેસીને માતાજીને પ્રાર્થના કરો ,એક લાલ ચંદનની માળા સાથે, ‘હે ગૌરી શંકરાર્ધાંગી થા ત્વં શંકર પ્રિયા. અને ‘મા કુરુ કલ્યાણી, કાન્ત કાંતં સુદુર્લભમ’ મંત્રનો 108 વાર જાપ કરો. આમ કરવાથી ઇચ્છિત મનોકામના પ્રાપ્ત થાય છે.

પરિવારના સુખ માટે કરો ઉપાય

જો તમારૂ વૈવાહિક જીવન સારૂ ન હોય અને પતિ-પત્ની વચ્ચે મતભેદ થતા હોય તો નવરાત્રિના 9 દિવસોમાં – ‘सब नर करहिं परस्पर प्रीति. चलहिं स्वधर्म निरत श्रुति नीति’ વાંચીએ અને 108 વાર અગ્નિમાં ઘીની આહુતિ આપવી.9 દિવસ સુધી પૂજા દરમિયાન સવારે ઉઠીને 21 વાર આ ચોપાઈનો પાઠ કરો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો અને ઝઘડાઓ સમાપ્ત થાય છે.

વહેલા લગ્ન માટે

નવરાત્રી દરમિયાન પૂજા સ્થાન પર શિવ-પાર્વતીનું ચિત્ર લગાવીને તેમની પૂજા કર્યા પછી, 3, 5 અથવા 10 માળા સાથે ‘ऊं शं शंकराय सकल जन्मार्जित पाप विध्वंसनाय, पुरुषार्थ चतुष्टय लाभाय च पतिं मे देहि कुरु कुरु स्वाहा’ મંત્રનો જાપ કરો. . જાપ કર્યા પછી, ભગવાન શિવ અને પાર્વતીને વિવાહના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પ્રાર્થના કરો. ઉપરાંત, સોપારી પર સિંદૂર લગાવવાથી અને દેવી દુર્ગાને પીળા કપડામાં રાખડી અર્પણ કરવાથી અવિવાહિત લોકો માટે લગ્નની સંભાવના વધી જાય છે.

ઘરનો કલેશ દૂર કરવા

જો તમારા ઘરમાં દરરોજ તકરાર થતી રહે છે અને પરસ્પર મતભેદો ઉભા થતા રહે છે, તો આ ઉપાય આ બધાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે નવરાત્રિના આખા 9 દિવસ સુધી સોપારી પર કેસર રાખો. ત્યારબાદ મા દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. તેમજ નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને અંગત જીવનમાં શુભતા જળવાઈ રહેશે. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને ઘરમાં કોઈ પરેશાનીઓ નહીં આવે.

પૈસા માટે ટીપ્સ

નવરાત્રીના 5 દિવસે સવારે ઉત્તર તરફ પીળા આસન પર બેસીને સામે સરસવના તેલના 9 દીવા પ્રગટાવવા. સાથે જ દીવાની સામે ચોખાની ઢગલી કરો અને તેના પર શ્રીયંત્ર મૂકીને તેની પૂજા કરો. ત્યારબાદ એક થાળીમાં સ્વસ્તિક બનાવીને તમારી સામે રાખો અને પૂજા કરો. આ ઉપાયથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે અને ઘરમાં આશીર્વાદ રહેશે.

શારદીય નવરાત્રીનું મહત્વ

શારદીય નવરાત્રીના સમગ્ર 9 દિવસ કોઈપણ શુભ કાર્ય કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ 9 દિવસ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. આ દિવસોમાં પૂજા, હવન વગેરે કરવાથી દેવી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે શારદીય નવરાત્રી પહેલા સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે અને આ ગ્રહણની છાયામાં મા દુર્ગાનું આગમન થશે. જ્યારે માતા દુર્ગા ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પોતાની સાથે સુખ અને સમૃદ્ધિ પણ લાવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અલગ-અલગ રીતે પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">