AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 1st Day: આજે પ્રથમ નોરતું, મા શૈલપુત્રીની પૂજા , જાણો પૂજા, વિધિ અને મંત્રો

Maa Shailputri Pujan Vidhi: નવરાત્રીના પ્રથમ દિવસે (Navratri 1st Day) ઘાટની સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી માતાના નોરતા ચાલું થાય છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ નવરાત્રીના પહેલા દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની કેવી રીતે પૂજા કરવી જોઈએ.

Navratri 1st Day: આજે પ્રથમ નોરતું, મા શૈલપુત્રીની પૂજા , જાણો પૂજા, વિધિ અને મંત્રો
Maa Shailputri
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 7:00 AM
Share

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે (Navratri 1st Day) ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી માતાના નોરતા ચાલું થાય છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેવીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. આવો જાણીએ નવરાત્રીના પહેલા દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની કેવી રીતે પૂજા કરવી જોઈએ.

માતા શૈલપુત્રીની પૂજા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ (Maa Shailputri Mantra)

ऊं ऐं ह्नीं क्लीं चामुण्डायै विच्चे ॐ शैलपुत्री देव्यै नम:

આ પણ વાંચો : નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી

નવરાત્રી 2023 મા શૈલપુત્રી પૂજા વિધિ

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે, દેવી શૈલપુત્રીની પૂજા કરતા પહેલા શુભ સમયે ઘટસ્થાપન કરો.અખંડ જ્યોત પ્રગટાવો અને ભગવાન ગણેશનું આહ્વાન કરો. દેવી શૈલપુત્રીને સફેદ રંગ ગમે છે, જો કે નારંગી અને લાલ પણ દેવીને ખૂબ પ્રિય છે. ઘટસ્થાપન પછી ષોડશોપચાર પદ્ધતિથી દેવી શૈલૂપત્રીની પૂજા કરો. મા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી,લવિંગ, નારિયેળ અને 16 શ્રૃંગાર વસ્તુઓ અર્પણ કરો. દેવીને સફેદ ફૂલ અને રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો. મા શૈલપુત્રીના બીજ મંત્રોનો જાપ કરો અને પછી આરતી કરો. સાંજે માતાની આરતી પણ કરો.

મા શૈલપુત્રીને આ પ્રસાદ અર્પણ કરો

માતા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. ગાયના ઘીમાંથી બનાવેલી બદામની ખીર માતા શૈલપુત્રીને અર્પણ કરી શકાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">