AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarayan 2023 : આ વર્ષે મકરસંક્રાંતિ પર રચાઇ રહ્યો છે અત્યાધિક શુભ યોગ, જાણો 14 કે 15 ક્યા દિવસે ઉજવવી સંક્રાંતિ ?

Uttarayan 2023 : મકરસંક્રાંતિ ભગવાન ભાષ્કરને સમર્પિત છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે એક મહિના સુધી ચાલતો ખરમાસનો સમયગાળો સમાપ્ત થશે અને તમામ પ્રકારના શુભ કાર્યો શરૂ થશે. વૈદિક ગણતરી અનુસાર, સૂર્ય ધન રાશિ છોડી અને મકર રાશિમાં ગોચર કરે છે, જેના કારણે તિથિમાં અસમંજસ રહે છે.

Uttarayan 2023 : આ વર્ષે મકરસંક્રાંતિ પર રચાઇ રહ્યો છે અત્યાધિક શુભ યોગ, જાણો 14 કે 15 ક્યા દિવસે ઉજવવી સંક્રાંતિ ?
Makar Sankranti
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 1:59 PM
Share

Makar Sankranti 2023: મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં એક વિશેષ તહેવાર છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ સૌર ગણતરીના આધારે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે. મકરસંક્રાંતિ પછી દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. મકરસંક્રાંતિ ઋતુમાં પરિવર્તન લાવે છે. પાનખર વિદાય લે છે અને વસંત આવવાનું શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં, મોટાભાગના ઉપવાસ અને તહેવારોની ગણતરી પંચાંગ દ્વારા ચંદ્રના આધારે કરવામાં આવે છે.

આ વર્ષે મકરસંક્રાંતિ ક્યારે છે?

આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. વૈદિક ગણતરી અનુસાર, સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન 14 જાન્યુઆરીની રાત્રે 08.46 મિનિટે થશે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવી વધુ શુભ રહેશે. 15 જાન્યુઆરી, 2023 ના રોજ, મકરસંક્રાંતિના રોજ, સ્નાન, દાન અને પૂજાનો શુભ સમય સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે. વાસ્તવમાં, હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૂર્યાસ્ત પછી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે બીજા દિવસે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવો શુભ માનવામાં આવે છે. આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર આવો જ યોગ બની રહ્યો છે. આનો અર્થ એ છે કે દાન માટે 15 જાન્યુઆરીનો દિવસ જ યોગ્ય રહેશે.

સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે

જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે 14 જાન્યુઆરીની સાંજે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે એક મહિના સુધી ચાલતો ખરમાસનો સમયગાળો સમાપ્ત થશે અને તમામ પ્રકારના શુભ કાર્યો શરૂ થશે.

મકર સંક્રાંતિ પર શુભ યોગ

આ વખતે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો શુભ તહેવાર ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સુકર્મા અને પદ્મના નામક શુભ યોગ બનશે. આ ઉપરાંત રવિવારે મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય દેવને સમર્પિત રહેશે. આવી સ્થિતિમાં આ શુભ યોગમાં ગંગા સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ રહેશે. આ શુભ યોગમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવી શુભ રહેશે.

હિંદુ ધર્મમાં સૂર્ય પૂજા અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે

હિંદુ ધર્મમાં સૂર્ય પૂજા અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનની પૂજા અને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં કાળા તલ, ગોળ, લાલ ચંદન, લાલ ફૂલ, અક્ષત વગેરે નાખો અને પછી ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">